Abtak Media Google News

અમેરિકામાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા આવેલા મંત્રીને કરવો પડ્યો બેઇજતીનો સામનો

પાકિસ્તાનમાં ભલે સત્તા બદલાઈ હોય, પરંતુ વૈશ્વિક મંચ પર તેનું પાત્ર એ જ છે.  ભૂતકાળમાં પણ પાકિસ્તાને ઘણી વખત જાહેર મંચો પર વિરોધનો સામનો કરવો પડ્યો છે, આ પ્રથા અવિરત ચાલુ છે.  અહેવાલ છે કે હવે પાકિસ્તાનના નાણામંત્રીને અમેરિકામાં ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.  લોકોએ તેની સામે ચોર… ચોર…ના નારા લગાવ્યા.

મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના નાણા મંત્રી ઈશાક ડાર ગુરુવારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચ્યા હતા.  આ દરમિયાન લોકોએ તેને ખુલ્લેઆમ ચોર અને જુઠ્ઠો કહ્યો.  આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિ પાકિસ્તાની મંત્રીને કહી રહ્યો છે, તમે જૂઠા છો, ચોર છો.  આ પછી તેમની સાથે આવેલ એક અધિકારી ગુસ્સામાં લાલ થઈ જાય છે.  તે લોકોને જવાબ આપવા માટે આગળ વધે છે અને ગુસ્સામાં કહે છે, તમારું મોં બંધ રાખો.  બૂમો પાડશો નહીં  આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થાય છે.

આ પહેલા પાકિસ્તાનની સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબને પણ આવા જ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ગયા મહિને મરિયમ ઔરંગઝેબ લંડનની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન ઈમરાનના સમર્થકોએ મરિયમ પર ટિપ્પણી કરતા કહ્યું કે તમે લોકોના પૈસા લૂંટીને લંડનમાં મજા કરી રહ્યા છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.