Abtak Media Google News

નોટબંધીએ દેશના અર્થતંત્ર અને પેમેન્ટની સંપુર્ણ પદ્વતિને જ બદલી નાખી હતી. નોટબંધી પાછળનો સરકારનો મુખ્ય  ઉદેશ્ય દેશને લેશ કેશ ઇકોનોમી બનાવાનો પણ હતો. ડિજીટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા માટે સરકાર ગયા વર્ષથી કેટલાંય કાર્યક્રમ ચલાવી રહ્યું છે. આ માટે સરકાર એક મોટો નિર્ણય લઇ શકે છે. ચેક બુક ખત્મ કરવાનો તેની પાછળ સરકારનો ઉદેશ્ય લેવડ-દેવડને સંપૂર્ણ રીતે ડિજીટલ કરવાનો છે.

Advertisement

ક્ધફીડ્રેશન ઓફ ઓલ ઇન્ડિયા (CAIT) ટ્રેડર્સના સેક્રેટરી જનરલ પ્રવિણ ખંડેલવાલે કહ્યું હતું કે નજીકના ભવિષ્યમાં સરકાર ડિજીટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા માટે ચેકબુક વ્યવસ્થાને ખત્મ કરી દે તેવી પુરેપુરી શક્યતા છે.

CAITઅને માસ્ટરકાર્ડ મળીને આ કાર્યક્રમને ચલાવી રહ્યું છે, જેનો  ઉદેશ્ય ટ્રેર્ડ્સને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની પદ્વતિની સાથો-સાથ કેશલેસ ઇકોનોમીને પ્રોત્સાહિત કરવાનો છે. ‘સરકાર કરન્સી નોટોના પ્રિન્ટિંગ પર ૨૫૦૦૦ રુપિયા ખર્ચ કરે છે. અને નોટોની સુરક્ષા અને મેન્ટેનન્સ પર ૬૦૦૦ કરોડ રુપિયા ખર્ચ કરે છે. તથા બેંક ડેબીટ કાર્ડ પેમેન્ટ માટે ૧ ટકા અને ક્રેડિટકાર્ડ માટે ૨ ટકા ચાર્જ કરે છે. સરકારના પ્રક્રિયામાં ફેરફાર કરીને બેંકોને સીધી સબસિડી પહોંચાડવા માંગે છે. તેનાથી આ ચાર્જને હટાવી શકાય……

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.