Abtak Media Google News

શાકભાજી અને ફળોમાં મોંઘવારીની આગ હજુ ઓલવાઇ નથી કે હવે ઇંડાને પણ મોંઘવારીનો તડકો લાગ્યો છે. શિયાળાની શરુઆતની સાથે મોંઘવારીના બોજે આમ આદમીનાં રસોડાનાં બજેટને પણ થીજાવી દીધુ છે. ઇંડાના ભાવ એટલાં વધી ગયા છે કે ચિકનનાં ભાવને પણ પાછળ પાડી દીધા છે. થોડા દિવસ પહેલાં જે ઇંડુ ૫ રુિ૫યામાં મળતું હતું હવે તેનો ભાવ ૭ રુિ૫યા થઇ ગયા છે. છેલ્લા છ મહિનામાં ઇંડાના ભાવમાં આ સૌથી મોટો ઉછાળો છે. પુનામાં પોટ્રી ફોર્મ પર ૧૦૦ ઇંડાની ક્રેટ ૫૮૫માં વેચવામાં આવે છે. જેને રીટેલ માર્કેટમાં ઇંડાના ભાવ ૬.૫-૭.૫ રુપિયા સુધી પહોંચી ગયા છે ત્યારે બ્રોઇલરનાં ભાવ ૬૨ રુિ૫યા પ્રતિ કિલોનાં છે જો આ રીતે જોઇએ તો ઇંડા વધુ મોંઘા વેચાઇ રહ્યા છે. ઇંડાની માંગ વધી રહી છે. એટલે તેના ભાવમાં પણ ૧૫%નો વધારો થયો છે. અને જ્યારે શાકભાજીનો ભાવ વધે છે. ત્યારે લોકો ઇંડા વધુ ખરીદે છે. જેનાથી તેની ખપતમાં વધારો જોવા મળે છે અને તેની સાથે ભાવ પણ વધે છે. એવું કહેવું છે રાષ્ટ્રીય ઇંડા સમન્વય સમિતિનું…..

Advertisement

પરંતુ ખરેખર શું રહસ્ય છે ઇંડના ભાવ વધવાનું….?

કર્ણાટક અને તમિલનાડુમાં દુષ્કાળનાં પગલે મકાઇની ખેતી પર માઠી અસર પડી હતી. મકાઇ પ્રોટી પ્રોડક્શન માટે ખૂબ જ જરુરી છે. મકાનમાં ભાવ પણ આ દિવસોમાં ૧૯૦૦ પ્રતિ ક્વિન્ટલ છે. જો કે પોટ્રી ઓછુ ઉત્પાદન અને વધુ ડિમાંડની વચ્ચે  ફસાયેલાં છે એનામાંથી કેટલાંયે પોતાનાં પક્ષીઓને સમયસર હલાલ કર્યા હતા. જેની સીધી અસર સપ્લાયર્સને થઇ હતી જેથી ઇંડાના ભાવમાં આટલો ધરખમ વધારો જોવા મળ્યો છે. ગુજરાત એવું રાજ્ય છે જ્યાં નોનવેજ ખોરાક ખવાય તો છે પણ ખુલેઆમ તેનો ફજેતો કરવોએ ધૃણાને પાત્ર છે પરંતુ અહિંની જનતાને પણ ઇંડાનો આ ભાવ વધારો નડશે ખરો…….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.