Abtak Media Google News

દર્શન ટીમાંથી લેવાયેલો ચાનો નમૂનો અને ત્રણ દુધના નમુના ફેઈલ: કોર્ટ કાર્યવાહી કરાશે

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા ચાની ભુકી અને લુઝ દુધના નમુના પરીક્ષણમાં ફેઈલ ગયા છે. ચાની ભુકીમાં કેમિકલ કલર અને એસેન્સનની ભેળસેળ જયારે દુધમાં પાણી અને વેજીટેબલ ફેટની ભેળસેળ કરવામાં આવી હોવાનું ખુલ્યું છે.

Whatsapp Image 2018 06 06 At 12.21.41 Pmઆ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય શાખાના અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, તાજેતરમાં આરોગ્ય શાખા દ્વારા પરાબજારમાં હાથી મસાલાની પાછળ પંકજ શશીકાંતભાઈ શાહની માલિકીના દર્શન ટીમાંથી ચાની પતીનો નમુનો લેવામાં આવ્યો હતો અને ૧૨૦૦ કિલોથી વધારે ભેળસેળીયુ શંકાસ્પદ ચાનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો હતો. આ ચાનું સેમ્પલ પરીક્ષણમાં મોકલવામાં આવતા ચામાંથી પ્રતિબંધિત કેમિકલ કલર અને એસેન્સેન્સની ભેળસેળ મળી આવતા નમુનો નાપાસ જાહેર થયો છે. એફએસએસઆઈ અન્વયે હવે વેપારી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Whatsapp Image 2018 06 06 At 12.22.38 Pm

તેઓએ ઉમેર્યું હતું કે, આરોગ્ય શાખા દ્વારા કોઠારીયા રોડ પર ભવનાથ પાર્ક-૨માં મનુભાઈ શીંગાળાની શિવમ ડેરી ફાર્મમાંથી મિકસ દુધ, માયાણી ચોકમાં મગનભાઈ વેકરીયાની રાધે ક્રિષ્ના ડેરી ફાર્મમાંથી લુઝ દુધ અને દોશી હોસ્પિટલ પાસે રજનીભાઈ ત્રાડાની સાગર ડેરી ફાર્મમાંથી ભેંસના દુધનો નમુનો લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યો હતો. દુધમાં ફેટ વધારવા માટે વેજીટેબલ ફેટની ભેળસેળ કરવામાં આવતી હતી. આ ઉપરાંત ફેટ તથા એસએનએફ ઓછી માત્રામાં મળી આવ્યા હતા. દુધમાં પાણીની પણ ભેળસેળ કરવામાં આવતી હતી અને મલાઈ કાઢી લેવામાં આવતી હોવાનું માલુમ પડતા પરીક્ષણમાં નમુનો નાપાસ જાહેર કરાયો છે. તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Whatsapp Image 2018 06 06 At 12.21.54 Pm 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.