Abtak Media Google News

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રના કેપ્ટન ચેતેશ્વર પૂજરાએ ઝારખંડ સામે બેવડી સદી ફટકારી હતી. પૂજારા 204 રન બનાવી આઉટ થયો હતો. ચેતેશ્વર પૂજારાએ રણજી ટ્રોફીમાં કારકિર્દીની 12મી બેવડી સદી ફટકારી હતી. પૂજારાએ વિજય મરચન્ટનેને પાછળ છોડ્યા હતા.

ચેતેશ્વર પૂજારાએ ઝારખંડ વિરૂદ્ધ રણજી ટ્રોફીમાં 204 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને 28 ફોર ફટકારી હતી.પૂજારા સીવાય ચિરાગ જાનીએ 108 રન બનાવ્યા હતા.આ બન્ને ખેલાડીઓની ઇનિંગની મદદથી સૌરાષ્ટ્રે 9 વિકેટે 526 રન બનાવી લીધા છે.

ચેતેશ્વર પૂજારાએ ફર્સ્ટ ક્લાસમાં રેકોર્ડ બનાવ્યો છે.પૂજારાએ 12મી બેવડી સદી ફટકારી હતી. આ પહેલા વિજય મરચન્ટના નામે 11 બેવડી સદીનો રેકોર્ડ છે.જો કે સૌથી વધુ બેવડીનો રેકોર્ડ એમ તો કેએસ રણજીતસિંહના નામે છે, તેમને 14 બેવડી સદી ફટકારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.