મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોરબંદર કિર્તી મંદિર ખાતે આયોજિત પ્રાર્થના સભામાં હાજરી આપી

ગાંધીજીની જન્મજયંતિના અવસરે પોરબંદર કિર્તી મંદિર ખાતે આયોજિત પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. આ સાથે જ વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધીએ આપેલો છે. સત્યા,અહિંસા અને કરૂણા તેમના પાયાના સિધ્ધાંતો છે જે દરેકને રાહ ચિંધે છે. ગાંધીજીએ સ્વરાજયથી સુરાજયની વ્યાખ્યા કહી હતી અને તે માટે તેમણે રામરાજયની પરિકલ્પના કરી હતી. દરેકની ખેવના અને દરકાર, જનજનનું હિત થાય તેવું તેઓ ઇચ્છતા હતા. ગાંધીજીએ ચરખાના માધ્યમથી સ્વાવલંબી બનવા શીખ આપી હતી. તેમણે બારીક બાબતો અંગે પણ ખ્યાલ રાખ્યો હતો. જેમાં સ્વચ્છતા મહત્વની હતી.