Abtak Media Google News

બાળકીને જૂનાગઢ શિશુમંગલ લાવી આશ્રય અપાયો

વિસાવદરના લાલપુર ગામની એક 15 વર્ષની દીકરીના ઈચ્છા વિરુદ્ધ થતા બાળલગ્ન પોલીસ અને તંત્ર દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને પિતા મારશે તેવી દહેશત વ્યક્ત કરતા આ દીકરીને જુનાગઢ લાવી, શિશુમંગલ ખાતે આશ્રય આપવામાં આવ્યો છે.

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લાલપુર ગામે રહેતી એક 15 વર્ષની દીકરીના ઈચ્છા વિરુદ્ધ લગ્ન લેવાયા હતા અને શુક્રવારે મંડપ રોપણ થયું હતું અને આજે આ દીકરીની જાન આવે એ પહેલા લાલપુરમાં દીકરીની ઈચ્છા વિરુદ્ધ લગ્ન થઇ ગયા હોવાનું તંત્રના ધ્યાનમાં આવતા ગઈકાલે માંડવાના દિવસે જ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નયનાબેન પુરોહિત, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.સી. મહિડા, કિરણબેન રામાણી અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા સ્થાનિક પોલીસની ટીમ ગઈકાલે લાલપુર ગામે પહોંચી હતી અને તપાસ કરતાં જાણવા મળ્યું કે, શનિવારે 15 વર્ષની દીકરીના લગ્ન થવાના છે અને આજે મંડપ રોપાયો છે. ત્યારે આ અંગે પોલીસ અને તંત્રએ કાર્યવાહી કરી આ લગ્ન અટકાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.