કોરોનાને દબાવી દેનાર ચીનને હવે કોરોના જ અકળાવી રહ્યો છે

‘ઝીરો કોવિડ સિટી’ બનાવવામાં પ્રમુખ ઝીનપીંગ નિષ્ફળ ગયાનો લોકોનો રોષ

કોરોના જેવી વૈશ્વિક મહામારીને દબાવી દેનાર ચીનને હવે કોરોના જ અકળાવી રહ્યો છે. ભારત સહીતના દેશોએ કોરોનામાંથી મુકિત મેળવી લીધી છે ત્યારે જયાંથી કોરોના ફેલાયો હોવાનું કહેવામાં આવે છે એ ચીનમાં લાંબા સમયથી લોકડાઉન ચાલે છે. આ લોકડાઉનથી કંટાળેલી ચીનની પ્રજા હવે શેરીમાં ઉતરી આવી છે. અને ઝીરો કોવિડ પોલીસી આ પ્રમુખ ઝીનપીંગ નિષ્ફળ ગયા હોવાનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે.

બેજીંગ, શાંધાઇ, નાનજીંગ, વુહાન સહિત એકાદ ડઝન જેટલા ચીનના શહેરોમાં લોકો શેરીમાં ઉતરીને વિરોધ કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય રહેશે કે ચીનમાં કોરોનાના કેસ ઘટવાના બદલે વધી રહ્યા છે એટલું જ નહી રેકોર્ડ તોડી રહ્યાં છે. ગઇ તા.રપમી નવેમ્બરે ચીનમાં રેકોર્ડ બ્રેક 37,791 નવા કેસ નોંધાય છે. જેમાં 3,709 નો પોઝીટીવ આવ્યા છે. જયારે 36,082 દર્દીઓમાં લક્ષણ નથી જણાતા

ચીન કોરોનાના કેસને અલગ અલગ ગણે છે, એક દિવસ પહેલા જ ચીનમાં 35183 કેસ નોંધાયા હતા. જેમાં 3474 લક્ષણવાળા દર્દી હતા. જયાં કેસ વધે છે અને શહેરમાં લોકડાઉનનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે.