Abtak Media Google News

દરેક ક્ષેત્રે જોખમ ખેળવા માટે ચીન દુનિયામા: પ્રસિઘ્ધ છે. ચીનની પ્રજા સાહસી હોઇ એવા એવા ક્ષેત્રે ખેડાણ કરે છે. કે જે વિશ્ર્વને અચંબામાં મુકી દે છે. ભારત અને ચીન વચ્ચે ભલે હાલ યુઘ્ધ જેવી સ્થિતિ હોય પરંતુ તેની વચ્ચે પણ ચાઇના દ્વારા એવો રેલવે ટ્રેક બનાવવામાં આવ્યો છે જેમાંથી દુનિયાના તમામ દેશો સહિત ભારતે પણ નોંધ લેવા જેવી છે.

Advertisement

શ્ર્વાસ થંભાવી દે તેવા અધરા અને ખતરનાક રેલવે ટ્રેકનું નિર્માણ કરી ચાઇનીઝ એન્જીનીયરો દુનિયામાં સૌથી પડકારજનક કાર્ય કરવા જઇ રહ્યા છે.

કિંગહાઇ તિબેટ રેલવે ટ્રેક બાદ બીજા સિચુઆન તિબેટ રેલવે ટ્રેકનું નિર્માણ તિબેટ વિસ્તારમાંથી કરવામાં આવશે અને ત્યારબાદ આ રેલજેલાઇનને કિંગહાઇ-તિબેટ – પ્લેટેઉ દક્ષિણપૂર્વ સુધી લઇ જવામાં આવશે. આ ઢોળાવ પર દુનિયાનો મહત્તમ સક્રિય વિસ્તાર બની રહેશે.

સિયાચીન-તીબેટ રેલવે લાઇના નિર્માણ માટે બાંધકામ અને ઓપરેશન દ્વારા સૌથી મોટું જોખમ ખેડવા જઇ રહ્યા છીએ. એવું માઉન્ટેઇન હેઝાર્ડ અને એનવાયરમેન્ટ ઓફ ધ ચાઇનીઝ એકેડમી સાયન્સ (સી.એ.એસ.) ના યુવાન એન્જીનીયરે જણાવ્યું હતું તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વડે નિર્માણ કરવા પર્વતોના ડિઝાસ્ટરની અવગણનાકરી રહ્યા છીએ.

ચાઇના રેલવે ઇઉઅન એન્જીનીયરીંગ ગ્રુપ દ્વારા આ ડીઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે. તેઓ જણાવે છે કે તેના દ્વારા સિચુઆન વિસ્તારના છેંગડુ અને તિબેટમાં વાયા કવામકો ચલાવામાં આવશે તે લ્હાશા કે જે તિબેટની રાજધાની છે ત્યાં સુધી પહોંચશે.

આ બાંધકામનો વિસ્તાર ૧૭૦૦ કિલોમીટરનો તથા તેની કિંમત અંદાજે ૨.૫ લાખ કરોડની હશે. ચીન દ્વારા સમગ્ર રીતે પડકારજનક  બાંધકામને અંજામ આપીને વિશ્ર્વના ફલક પર ઉદાહરણ ‚પ રેલવે ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે. તે બની ગયા બાદ તેને જોવો અને એમાંય મુસાફરીનો લ્હાવો લેવો સમગ્ર ચીન સહિત વિશ્ર્વના દેશો માટે મહત્વનો પ્રવાસ બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.