Abtak Media Google News

ચલો દિલદાર ચલો… ચાંદકે પાર ચલો… હમ હૈ તૈયાર ચલો…

પૃથ્વીવાસીઓ માટે બ્રહ્માંડમાં સૌથી પ્રિય અને પોતિકો સંબંધ લાગતો હોય તો તે ચંદ્રમાં છે. ચંદ્રમાને ચાંદા મામાની ઉપમાં આપવામાં આવી છે. જો કે ચાંદ સુધી પહોંચવામાં કાળા માથાનો માનવી સફળ થઈ ગયો છે અને માનવજાત માટે પરગ્રહમાં પ્રથમ પગલુ મુકવા માટે ચંદ્રએ ખરેખર માનવજાત માટે મામાની જેમ ખોળો પાથરીને માનવીને પૃથ્વીની બહાર નિકળવાની અને બ્રહ્માંડની દુનિયાના એક ડગલા આગળ વધવાની ઈચ્છા પૂરી કરાવી હોય તેમ ચંદ્ર સુધી પહોંચેલો માનવી હવે તેનાથી પણ દૂર જવાની જિજ્ઞાસા રોકી શક્યો નથી. ચીન દ્વારા ચાંદથી પણ આગળ વધવાની સફરનું સપનું પૂરું કરવા માટેનું અભિયાન હાથ ધર્યું છે.

અમેરિકા-રશિયાના પગલે અવકાશમાં પ્રભુત્વ, શિક્ષણ અને જ્ઞાનના વિસ્તરણ માટે ડ્રેગનના દાયકાઓથી ચાલી રહેલા પ્રયત્નો સફળતા ભણી, ચીનનું મિશન મુન અને તેનાથી પણ આગળ જવાની તમન્નાનું સપનું સાકાર થશે

એવું કહેવાય છે કે, સપનું જોવો એટલે કુદરત તેને પૂરું કરે જ છે. ચીને હવે ચાંદથી પણ દૂર જવાનું સપનું જોયું અને તેને પૂર્ણ કરવાનો પ્રયત્ન પણ શરૂ કરી દીધો છે. દુનિયાની સૌથી મોટી બીજા નંબરની આર્થિક મહાસત્તા ગણાતી ચીને 2022ના વર્ષમાં ચંદ્ર પર સમાનવ યાન મોકલવાની તૈયારી અને અબજો રૂપિયાનું ભંડોળ ફાળવી દીધું છે. ચીન સૈન્ય દ્વારા ચલાવવામાં આવતા અવકાશ અભિયાનમાં અત્યારે સમાનવ યાન ચંદ્ર ઉપર પહોંચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

ચીન લાંબા સમયથી અમેરિકા અને રશિયાની જેમ જ અવકાશમાં પોતાની સિદ્ધી માટે મહેનત કરી રહ્યું છે. જો કે અમેરિકા અને રશિયા ચીનથી અવકાશ સંશોધન અને અનુભવ મેળવવામાં ઘણા આગળ નીકળી ચૂક્યા છે. વિશ્ર્વમાં ચાલી રહેલી અવકાશ સંશોધની હોળમાં બે મહાસત્તા કરતા ચીન ઘણું પાછળ છે. સોવીયેત યુનિયન દ્વારા 1957માં સ્પુટનિકનું લોન્ચીંગ કર્યું ત્યારથી મહેનતમાં લાગી પડેલા ચીને 1970માં પ્રથમ રોકેટનું લોન્ચીંગ કર્યું હતું. ત્યારબાદ સમાનવ યાન મોકલી 2003માં ચીને ટાઈકેનોટનું મિશન હાથ ધર્યું. હવે ચીન દ્વારા ચાંદથી પણ આગળ વધવાની મહત્વકાંક્ષા પૂર્ણ કરવા માટે 2011માં શરૂ કરવામાં આવેલી ત્યાંગોંગ એક લેબોરેટરી દ્વારા મિશન મુન હાથ ધરવામાં આવ્યું છે.

2013માં ચીનની બીજી મહિલા વાંગયેપીએ અવકાશમાં બેઠા-બેઠા બાળકોને અવકાશ અંગેની માહિતી આપી હતી. આ અવકાશયાત્રીનો વિડિયો સમગ્ર વિશ્ર્વમાં ભારે પ્રચલીત બન્યો હતો. હવે જેફ રોબોટ લ્યુનટ 2013ની સફળતા બાદ ચીન અવકાશ ક્ષેત્રે ખુબ આગળ વધી ગયું છે. ચીને 2016માં ત્યાંગોંગ-2 નામની નવી સ્કાય લેબોરેટરી અવકાશમાં તરતી મુકી હતી. હવે રાષ્ટ્ર પ્રમુખ જિનપિંગે ચીન માટે અવકાશમાં વધુને વધુ દૂર સુધી પગલા પાડવાનું જોયેલું સપનું પૂર્ણ કરવા માટે અંતિમ તૈયારીઓ ચાલી રહી છે. 2017માં ચીનનો પ્રયત્ન જરા વાંકે સફળ થયો નહોતો. ચીન નવા નવા પ્રયત્નો અને પ્રયોગો થકી અવકાશમાં અમેરિકા અને રશિયાની હરોળમાં પહોંચવા માટે અત્યાર સુધી 11 જેટલા અભિયાનો પાર પાડી ચૂક્યું છે. હવે પૃથ્વીની સપાટીથી 400થી 450 સુધી ચીનના સમાનવ યાન આગળ વધી રહ્યાં છે. જો કે ચીન પાસે હવે ચાંદ અને ચાંદથી પણ આગળ જવાનું સપનું પૂર્ણ કરવાની એક નવી દિશા મળી ગઈ છે. જો કે ચીન હજુ પોતાના અવકાશ મિશનમાં અન્ય કોઈ રાષ્ટ્રની મદદ લીધા વગર આત્મનિર્ભરતા વિકસાવવા આગળ વધી રહ્યું છે. ચીન આગામી દિવસોમાં ચાંદથી પણ દૂર જવા માટે સફળ થઈને વિશ્ર્વને અચંબો આપવા મહેનત કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.