Abtak Media Google News

ચોટીલાના પીપરાળી રોડ પર મોરસલ ગામથી આગળ યુવકની લાશ મળી હતી.લાશ મળતાં લોકોમાં ચકચાર મચી ગયો છે.

આ ઘટના મોરસલ ગામની આગળ ડુંગરાળ ડુંગરની વિસ્તારની છે જ્યાં દાટેલી હાલતમાં યુવકની લાશ મળી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

બોટાદ તાલુકાના નાના પાળીયાદ ગામના યુવકનું થોડા દિવસો પહેલા અપહરણ થયું હતું જેની લાશ‌ હોવાનું બહાર આવ્યું છે.ઝડપાયેલ બે શખ્સોને પોલીસે ધટના સ્થળે લાવી યુવકની લાશને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.