Abtak Media Google News

રાજકોટ જીલ્લામાં એપ્રોચ રોડનાં કામનું ખાતમુહુર્ત કરતા કુંડારિયા – બોદર

અબતક,રાજકોટ

રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર ની એક અખબારી યાદી માં જણાવાયું છે કે દેશના વડપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ત્યાં અન્ય રાજ્યો માં ભાજપા સરકાર દ્વારા સર્વાંગી વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે ત્યારે સમાજનો છેવાડાનો માનવી પણ વિકાસના મુખ્ય પ્રવાહમાં આવે તેવા કલ્યાણકારી વિચાર સાથે વડાપ્રધાન ના માર્ગદર્શન હેઠળ રાજ્યના મુખ્યમંત્રી   ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપ પ્રમુખ  સી. આર. પાટીલ  ના માર્ગદર્શન હેઠળ રાજ્ય ની ભાજપ સરકાર દ્વારા અનેક વિકાસલક્ષી  યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે.

ભાજપ  સરકારની “સૌનો સાથ, સૌનો વિકાસ,  સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ” સાથે “જ્યાં માનવી ત્યાં સુવિધા” સુત્ર સાર્થક કરવાની નેમ : ભૂપતભાઈ બોદર

ત્યારે સૌના સાથ, સૌના વિકાસ,  સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર ની મુહીમ ને આગળ વધારતા રાજ્ય ના મહાનગરો ની સાથોસાથ નગરો, તાલુકાઓ અને ગામડાઓમાં પણ સર્વસ્પર્શી વિકાસ થાય તે માટે અનેકવિધ યોજનાઓ ની સાથોસાથ વિકાસ કાર્યો વેગવંતા બનાવવામાં આવ્યા છે અને ગુજરાતની ભાજપ સરકાર સર્વક્ષેત્રે સર્વગ્રાહી વિકાસ સાથે વિકાસ ની હરણફાળ ભરી રહી છે ત્યારે સૌનો સાથ, સૌનો વિકાસ,  સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ થકી દરેક સમાજ વિકાસના મુખ્ય પ્રવાહમાં આવરી લેવાય તે સરકારની નેમ છે ત્યારે મુખ્યમંત્રી   ગ્રામ સડક યોજના અંતર્ગત મંજુર થયેલ લોમા કોટડી થી રામપરા (બેટી) હાઈવે ટુ એપ્રોચ રોડ તથા મેજર બ્રીજ નાં કામનું ખાતમુહુર્ત તેમજ સ્ટેટ હાઈવે થી સાયપર એપ્રોચ રોડ નાં કામનું ખાતમુહુર્ત આજરોજ  સાંસદ  મોહનભાઈ કુંડારિયા  રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદર ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ તકે સાંસદ  તથા પ્રમુખ નું ઉમળકાભેર પુષ્પોથી સ્વાગત – સન્માન કરવામાં આવ્યું હતું.  આ રસ્તો બનવાથી આજુબાજુના ગામ લોકોની સુવિધા અને સુખાકારીમાં વધારો થશે તેમજ વાહન ચાલકો અને રાહદારીઓની સુગમતામાં વધારો થશે તથા ગ્રામ્ય લોકો માટે વાહન વ્યવહાર ઝડપી તેમજ સરળ બનશે.આ તકે પ્રકાશભાઈ કાકડિયા, જી.પં.સદસ્ય સવિતાબેન ગોહેલ, રાજાભાઈ ચાવડા, સંજયભાઈ રંગાણી, કેયુરભાઈ ઢોલરીયા, મહેશભાઈ (ગોલીડા), ભીખાભાઈ ગોવાણી, દેવભાઈ કોરડીયા, સી.ટી.પટેલ, સંદીપ રામાણી, છગનભાઈ સખીયા, રામપરા (બેટી) સરપંચ વિજયભાઈ ભલગામડીયા, યુવરાજભાઈ ડાંગર, કાનાભાઈ ડાંગર, જનકભાઈ લોખીલ, રમેશભાઈ બકુત્રા,  વિજયભાઈ ભાલગામડીયા સાયપર સરપંચ મુકેશભાઈ આસોદરિયા, રઘુભાઈ ટોળીયા, મહેશભાઈ ભાખર, આગેવાનો તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.