નાની બહેન સાથે કામ બાબતે ઝઘડો થતાં મોટી બહેને આપઘાત કર્યો

ચોટીલાના નવાગામમાં રહેતી સગીરાને ઘરકામ મુદ્દે નાની બહેન સાથે ઝઘડો થતા એસિડ પી લીધું હતું. સગીરાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.જ્યાં તેણીએ દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલા તાલુકાના નવાગામમાં રહેતી પ્રિયંકાબેન કિશોરભાઈ ધામેચા નામની 17 વર્ષની સગીરાએ બે દિવસ પહેલા પોતાના ઘરે રાત્રિના નવેક વાગ્યાના અરસામાં એસિડ પી લીધું હતું. સગીરાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ચોટીલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સગીરાનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતા ચોટીલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી સગીરાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પ્રિયંકાબેન ધામેચાને તેની નાની બહેન સાથે ઘરકામ મુદ્દે ઝઘડો થતા તેણીને લાગી આવતા એસિડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.