Abtak Media Google News

તા.13 રવિવાર, ભારત વિકાસ પરિષદમોરબી શાખા દ્વારા દર વર્ષની જેમ વર્ષે 2023મા પણ બાળકોમાં રાષ્ટ્રીય ચેતના જગાવવા તથા સંસ્કારના સિંચન માટેરાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા નું સફળ આયોજન ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું જેમાં મોરબીની નામાંકિત 5 સ્કૂલોએ સ્પર્ધા માં ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો , રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી રણછોડભાઈ કુંડારીયા, તથા લલીતભાઈ ભાલોડિયા ઉપસ્થિત રહ્યા હતા, અને કાર્યક્રમના આર્થિક સહયોગી તરીકે દિવ્યકાંતભાઈનો સહયોગ મળેલ હતો, નિર્ણાયક તરીકે લોક સાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરા અને ભાર્ગવભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા, જેમા પ્રથમ, નંબરે નવયુગ વિદ્યાલય, બીજો નંબરે સાર્થક વિદ્યાલય અને ત્રીજા નંબરે નિલકંઠ વિદ્યાલય ટીમને શિલ્ડ અને પ્રમાણપત્રો આપવામાં આવેલ હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થી અને તેમના વાલીઓ તેમજ સંગીત શિક્ષક અને સ્ટાફ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રમેશભાઈ છૈયા દ્વારા કરવામાં આવેલ હતું, સહસંયોજક એવા વિનુભાઈ મકવાણા દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ હતી.

 

કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદનાં પ્રમુખ શ્રી ડો. જયેશભાઇ પનારા, મંત્રી હિમંતભાઇ મારવાણીયા, કોષાધ્યક્ષ  ચિરાગભાઈ હોથી, પૂર્વ પ્રમુખ રવિન્દ્રભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ હરેશભાઈ બોપલિયા, ધ્રુમીલભાઈ આડેસરા, હિરેનભાઇ ધોરિયાણી, ઉત્સવભાઇ દવે, વિપુલભાઈ અમૃતિયા, કૌશિકભાઈ અઘારા, રાજેશભાઈ સુરાણી  વગેરે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનાં સંયોજક પરેશભાઈ મિયાત્રાની યાદીમાં જણાવ્યું હતું.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.