Abtak Media Google News

પોતાની વિસ્ફોટક બેટિંગથી ઈંઙકની ૧૧મી સિઝનમાં અન્ય બોલર્સનો પરસેવો છોડાવી દેનારો કિંગ્સ ઈલેવન પંજાબનો ક્રિસ ગેઈલ કેરળમાં પોતાના પરિવાર સાથે રજાઓ માણી રહ્યો છે. આ દરમિયાન તે માછલી પકડવાનો આનંદ લઈ રહ્યો છે. કેરળની એક લક્ઝરી હોટલમાં રજાઓ માણી રહેલા ગેઈલની સાથે તેની પત્ની, દીકરી અને સાસુ પણ છે. હોટલના એક અધિકારીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી તેમનો મહેમાન છે. જોકે અધિકારીએ તેમના વિશે વધારે જાણકારી નથી આપી.અધિકારીએ કહ્યું કે, રવિવારે તે હોટલ આવ્યા હતા અને આગલા કેટલાક દિવસો સુધી અહીંયાં રહેશે. હું તમને માત્ર આટલી જ જાણકારી આપી શકું છું. ગેઈલ કેરળની એક હોટલમાં યોગ શીબિરમાં પણ શામેલ થઈ રહ્યો છે. આ સાથે જ તેણે ઘણા રાજ્યોના પકવાનોનો પણ આનંદ માણ્યો. ક્રિસ ગેઈલે ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરતા જણાવ્યું કે હાલમાં તે કેરળમાં પોતાના પરિવાર સાથે છે. તેણે પોતાની પત્ની અને દીકરીની તસવીર શેર કરતા લખ્યું કે, તમને પ્રેમ કરનારા જ્યારે પણ તમારી સાથે હોય છે તમે સારું ફીલ કરો છો. પંજાબનો મુખ્ય બટ્સમેન ત્રીજી મેએ પાછો ટીમ સાથે જોડાઈ શકે છે. પંજાબની આગામી મેચ ૪ મેના દિવસે મુંબઈ ઈન્ડિયન્સ સામે છે. તમને જણાવી દઈએ કે ગેઈલે આઈપીએલ ૨૦૧૮માં અત્યાર સુધીમાં ૪ મેચો રમી છે. જેમાંથી ૧ મેચમાં તેણે સદી અને બેમાં અર્ધી સદી ફટકારી છે. ચાર મેચોમાં ગેઈલે કુલ મળીને ૨૫૨ રન બનાવ્યા છે.

કેરળ પહેલા ગેઈલે કેટલોક સમય ગોવામાં વિતાવ્યો હતો. ત્યાં તેણે ગંગનમ સ્ટાઈલ ડાન્સ કર્યો હતો અને પોકર ટૂર્નામેન્ટમાં બોલિવૂડ એક્ટ્રેસ મિનિષા લાંબા સાથે પાર્ટિસિપેટ કર્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.