Abtak Media Google News

રાજસ્થાનની ટીમે મુંબઈને હરાવીને પ્લે ઑફમાં ચાન્સ ઉજળા કર્યા જયારે દિલ્હીની જેમ મુંબઈ ની ટીમ હવે સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગઈ

ચેન્નાઈ અને હૈદરાબાદ વચ્ચે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં આઈપીએલનો ૪૬મો મુકાબલો થયો હતો. આ મેચમાં ચેન્નાઈએ આઠ વિકેટ જીત મેળવી લીધી હતી. આ મેચમાં ચેન્નાઈએ ટોસ જીતીને હૈદરાબાદને બેટિંગ આપી હતી.

પહેલા બેટિંગ કરતાં હૈદરાબાદે નિર્ધારિત વીસ ઓવરમાં ચાર વિકેટના નુકશાને ૧૭૯ રન બનાવી લીધા હતા. જેમાં શિખર ધવને ૭૯ અને કેન વિલિયમ્સને ૫૧ રનની ઈનિંગ રમી હતી. હૈદરાબાદની શરૂઆત ખુબ જ ધીમી થઈ હતી પરંતુ શિખર અને કેન વિલિયમ્સને ટીમને એક સન્માનજનક સ્કોર આપ્યો હતો. હૈદરાબાદ તરફથી દિપક હુડ્ડાએ ૨૧ રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી શાર્દૂલ ઠાકૂરે બે જ્યારે બ્રાવો અને દિપક ચહરને એક-એક વિકેટ મળી હતી.

1 29હૈદરાબાદે આપેલા ૧૮૦ રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલ અંબાતી રાયડૂ અને શેન વોટ્સને ચેન્નાઈને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. ચેન્નાઈ તરફથી અંબાતી રાયડૂએ ૧૦૦* રનની શાનદાર ઈનિંગ રમી હતી. જ્યારે શેન વોટ્સને ૫૭ રનની ઈનિંગ રમી હતી. તે ઉપરાંત ધોનીએ ૨૦ રનની ઈનિંગ રમી હતી. હૈદરાબાદ તરફથી સંદીપ શર્માએ એક વિકેટ ઝડપી હતી. જ્યારે વોટ્સન રન આઉટ થઈ ગયો હતો.

એન અન્ય મેચમાં હારની પરંપરાને તોડી સળંગ ત્રણ જીત મેળવનાર મુંબઈ ઈન્ડીયન્સ રાજસ્થાન રોયલ્સને હરાવી આઈપીએલના પ્લેઓફ તરફ વધુ એક ડગલું ભરવાના ઈરાદે મેદાનમાં ઉતરી છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સને બેટિંગ આપી હતી. મુંબઈએ પ્રથમ બેટિંગ કરી ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકશાને ૧૬૮ રન બનાવી રાજસ્થાનને જીતવા માટે ૧૬૯ રનનો ટાર્ગેટ આપ્યો. જેના જવાબમાં રાજસ્થાને ૧૮ ઓવરમાં ૩ વિકેટના નુકશાને ૧૭૧ રન બનાવી શાનદાર ૦૭ વિકેટે જીત મેળવી છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ આ હાર સાથે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. રાજસ્થાન તરફથી જોસ બટલર ૫૩ બોલમાં શાનદાર ૯૪ રન બનાવી અણનમ રહ્યો હતો. અને ફરી એકવાર  જીતાડી દીધો હતો  મુંબઈ ઇન્ડિયન્સ ની ટીમે શાનદાર શરૂઆત બાદ મિડલ ઓર્ડર નિષ્ફળ જતા ટીમ માત્ર ૧૬૮ જ બનાવી શકી હતી જે રાજસ્થાન રોયલ્સ સામે ઘણા ઓછા હતા.બાકીનું કામ બાટલરે પૂરું કરી  દીધું

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.