Abtak Media Google News

જોડીયા તાલુકા તલાટીકમ પંચાયત મંત્રી સંગઠન દ્વારા આયોજીત તાલુકાના મોરાણા ખાતે તાલુકાના નિવૃત ટીડીઓ તથા જિલ્લામાંથી અન્ય જિલ્લામાં બદલી પામેલ તલાટી કમ મંત્રી તથા સર્કલ ઈન્સ્પેકટરનો વિદાય સન્માન કાર્યક્રમ તા.પં.ના પ્રમુખ વિજયભાઈ છત્રોલાના અધ્યક્ષ સ્થાનેથી યોજાય ગયો.

Advertisement

નિવૃત ટી.ડી.ઓ કોડીયાતર તથા સર્કલ ઈન્સ્પેકટર વલ્લભભાઈ રાણીપા તથા આ તાલુકામાંથી અન્ય જિલ્લામાં બદલી થયેલ તલાટી કમમંત્રી રાધીકાબેન રાઠોડ તથા ભાવનાબેન પટેલનું ફૂલહાર તથા સાલ ઓઢાડીને વિદાય સન્માનના સહભાગી ડી.આર. વિરડા, ભાવેશ હેરભા, દશરથસિંહ, મંગળસિંહ, લાભુબેન સોદરવા, કિંજલ ભેંસદડીયા, રમેશ કાલાવડીયા, સોઢાના વરદ હસ્તે સન્માન કરાયું કાર્યક્રમના આરંભમાં સ્વાગત જામનગર જિલ્લા તલાટી કમ પંચાયત મંત્રી સંગઠનના ઉપપ્રમુખ જયંતીભાઈ સોરઠીયાએ પ્રવચન કરી અને આવકારેલ અને અધિકારી તથા કર્મચારી વચ્ચે સંકલન જે પ્રજાકીય સેવા સેતુ ગણાવી અને સેવાને બિરદાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.