Abtak Media Google News

કોલેજીયને ન્યાયમૂર્તિ તેહીલ રામાણીની બદલી મેધાલય હાઇકોર્ટમાં કરતા તાજેતરમાં રાજીનામુ આપ્યું હતું: તેમની સામે ખરીદીમાં ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ મુકાયો છે

દેશના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ સી.બી.આઇ. ને કાયદાને આધીન રહી મદ્રાસ હાઇકોર્ટના પૂર્વ ન્યાયધીશ તેહીલ રામાણી  વિરુઘ્ધ ચેન્નઇમાં બેફલેટોની ખરીદીમાં બહાર આવેલી ગેરરીતી સામે પગલાં લેવા આદેશ જારી કર્યો છે. તામિલનાડુ મંત્રી સાથેની સંડોવણી વાળા ગેરરીતીના મુકદમોમાં હાઇકોર્ટના કેસ અને ન્યાયમૂર્તિ વી.કે. તીલક રામાણી રામાણીની સંડોવણી અંગે ન્યાયીક કાર્યવાહીના આદેશો અપાતા દેશના ન્યાયતંત્રની સાથે દેશના રાજદ્વારી રીતે પણ ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.ગુપ્તચર વિભાગે પાંચ પાનાનું એક અહેવાલ ન્યાયમૂર્તિ તીલક રામાણી રામાણીએ સી.જે.આઇ. ની અઘ્યક્ષતા વાળી કોલેજીયન બાદ અહેવાલ અદાલતમાં આપ્યો હતો.ન્યાયમૂર્તિ તીલક રામાણી રામાણીએ મેધાલય હાઇકોર્ટમાં બદલે સામે રાજીનામું આપી દીધું હતું. કોલેજીયમે ઓગષ્ટ-૨૮ ના રોજે તેમની બદલી મેધાલયના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ન્યાયતંત્રના હિતમાં કરીહતી. તેની સામે રજી સપ્ટેમ્બરે તીલક રામાણીએ કોલેજીયમ સમક્ષ બદલી અંગેનો નિર્ણય પુન: વિચારની અરજી કરી હતી. તેમ છતાં કોલેજીયમે નિર્ણય અફર રાખીને તેમની વિનંતી અસ્વીકાર્ય ગણાવતા ન્યાયમુતિતેહીલ રામાણી એ છઠ્ઠી  સપ્ટે. રાજીનામું આપી દીધું હતું. કોલેજીયમ જયારે ન્યાયમુર્તિ તેહીલ રામાણીને સૌથી મોટી હાઇકોર્ટમાંથી દેશની નાનામા નાની હાઇકોર્ટમાં તેમની બદલી કરતાં આ મુદ્દો વિવાદનું કારણ બન્યું હતું. અને તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમની સાથે રાગદ્રેષથી વર્તવામાં આવે છે અને આ મુદ્દે તેમણે રાજીનામુ આપી દીધું હતું.તેહીલ રામાણીએ કોલેજીયમ સામે વળતા નિવેદનમાં જણાવ્યું હતું કે હજુ મેં આ મુદ્દે કોઇ અયોગ્ય નિવેદન કર્યુ નથી. હું તો મારસ સ્વાયત્તા અને મારી મરજીનું સન્માન જળવાય તેવી વિનંતી  કરું છું.સીબીઆઇના સૂત્રોએ જણાવ્યું છે કે ગુપ્તચર વિભાગે ન્યાયમૂર્તિ તેહલી રામાણીએ ૩.૧૮ કરોડ રૂપિયાના ખર્ચે નવા બનેલા રોબેન્ટર ટાવરના બે ફલેટોની ખરીદી માટે કરેલી નાણાકીય સગવડ અને પૈસા કયાંથી આવ્યા તે અંગે કરેલી ઉંડાણપૂર્વકની તપાસના આ પૈસાની ચુકવણીમાં ૧.૬૨ કરોડ રૂ એચસીએફસી બેંકમાં લોનના રુપમાં અને બાકીના ૧.૫૬ કરોડ ની રકમ પોતાની મૂડીમાંથી જુન-જુલાઇ ૨૦૧૯માં ચુકવી હતી. આઇબીએ એ પણ નોંઘ્યુ છે કે કુલ છ ખાતાઓમાં ત્રણ ખાતામાં તેણી તેમના પતિ, એકમા તેમની માતા અને અન્ય એક ખાતુ તેમના પુત્રના નામનું હતું. તેમાંથી તેમણે ૧.૬૧ કરોડ રૂપિયા અન્ય એક મુંબઇના માહિરમાંથી ન્યાયમૂર્તિ તેહીલ રામાણીનું ખાતુ વાપરવામાં આવ્યું હતું. બીજા મહિને ૧૮ લાખ તેમાં ચેકથી જમા કરવામાં આવ્યા હતા.આઇબીઆઇના અહેવાલમાં જણાવ્યું છે કે ન્યાયમૂર્તિ મહાદેવની ખંડપીઠ સમક્ષ આ કેસમાં ગેરરીતી થઇ હોવાની રજુઆત કરવામાં આવી હતી.સૂત્રોએ જણાવ્યું છે કે ન્યાયમૂર્તિ મહાદેવની અઘ્યક્ષતા વાળી ખંડપીઠ  આ કેસમાં સંડોવાયેલા તમામ સામે આકરી કાર્યવાહીના નિર્દેશ આપી ચુકયા છે.

તામિલનાડુના એક મંત્રી પણ તેમાં સંડોવાયેલા છે રિડાયર્ડ પોલીસ મહા નિર્દેશક પોન મણિકવેલ આ કેસમાં તપાસ કરી રહ્યા છે. ન્યાયમૂર્તિ તેહીલ રામાણી કેટલાક વકીલોની તરફદારી કરતા હોવાનો પણ આક્ષેપ થઇ રહ્યો છે. મુખય ન્યાયમુર્તિએ સીબીઆઇને ન્યાયમૂર્તિ વિ.કે. તેહીલ રામાણી ના અવૈધ વ્યવહારો સામે તપાસના આદેશો આપતા રામાણીની મુશ્કેલીઓ વધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.