Abtak Media Google News

મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર પરામર્શ કરાયો

હોકર્સ ઝોન, મુખ્ય ચોક, રસ્તાઓ ન્યુસન્સ પોઈન્ટ વગેરેને મેગા સફાઈ અભિયાનમાં આવરી લેવાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી ૮ જાન્યુઆરીના રોજ સમગ્ર શહેરને આવરી લેતું એક સઘન સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવશે. આ મેગા સફાઈ અભિયાનની ખાસ નોંધપાત્ર બાબત એ રહેશે કે તેમાં શહેરના માત્ર મહિલાઓ દ્વારા જ હાથ ધરવામાં આવનાર છે. આ આયોજન વિશે ચર્ચા વિચારણા કરવા માટે આજે  મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને એક મીટિંગનું  મળી હતીં. જેમાં ૨૫૦ થી ૩૦૦ જેટલા બહેનો ઉપસ્થિત રહયા હતાં.

આ બેઠકને સંબોધન કરતા. મેયર બિનાબેન આચાર્યે એમ કહ્યું હતું કે, આપણા ઘર સ્વચ્છ અને સુંદર રાખવામાં બહેનોની જ મુખ્ય ભૂમિકા હોય છે ત્યારે જો બહેનો ધારે તો સમગ્ર શહેર પણ સ્વચ્છ અને સુઘડ રાખવામાં અને તે માટેની જનજાગૃતિ કેળવવામાં પણ મહત્વનો ભાગ બજવી શકે એમ છે. થોડા સમય પૂર્વે જ પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ એમ કહ્યું હતું કે, રાજકોટ શહેર સૌથી સ્વચ્છ શહેર બની નંબર વન કેમ ણા બની શકે? તેમની આ ટકોર બાદ રાજકોટ શહેરે સ્વચ્છતા ક્ષેત્રે ખુબ સારી પ્રગતિ કરી છે અને અત્યારે આપણે દેશમાં બીજા ક્રમે પહોંચી ગયા છીએ ત્યારે હવે રાજકોટને નંબર વન બનવા આડે માત્ર એક જ કદમની દુરી છે.  આપણે એવું કહીએ છીએ અને સાંભળીએ પણ છીએ કે, જ્યાં સ્વચ્છતા ત્યાં લક્ષ્મી અને પ્રભુનો વાસ. રાજકોટમાં કાયમ માટે લક્ષ્મીજી અને પ્રભુનો વાસ બની રહે તે માટે સૌ બહેનો સમગ્ર રાજકોટ શહેરને વધુ ને વધુ જાગૃત કરે તેવા પ્રયાસો કરે તે જરૂરી છે. મારૂ એવું સ્પષ્ટ માનવું છે કે, જો બહેનો એક વખત ધારે તો ધાર્યા પરિણામો હાંસલ કરીને જ ઝંપે છે.

હવે રાજકોટ શહેરનો લક્ષ્યાંક દેશમાં નંબર વન બનવાનો છે અને બહેનો સમગ્ર રાજકોટને આ મેગા અભિયાનમાં જોડીને એ લક્ષ્યાંક હાંસલ કરશે એવી મને શ્રધ્ધા છે. નાયબ કમિશનર બી.જી.પ્રજાપતિએ મીટિંગની શરૂઆતમાં કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તમામ વોર્ડમાં સઘન સફાઈ અને લોકજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં દરેક વોર્ડમાં ત્રણથી ચાર સ્થળે આ અભિયાન હેઠળ સ્વચ્છતા સંબંધી કામગીરી કરવામાં આવશે.

બહેનો ચા-પાનની દુકાને જઈ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા આગ્રહ કરશે અને લોકોને સમજાવશે. તેમજ શહેરના જે તે વોર્ડના હોકર્સ ઝોન, મુખ્ય ચોક, રસ્તાઓ ન્યુસન્સ પોઈન્ટ વગેરેને આ મેગા સફાઈ અભિયાનમાં આવરી લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.