Abtak Media Google News

પુલવામા થુમાં ગામના ઘરોમાં છુપાયા હતા આતંકીઓ

જમ્મુ કાશ્મીરમાં આજે પણ પુલવામાં, કુપાવરા અને શોપિયા જીલ્લામાં આતંકવાદી ઘટનાઓ નોંધાઇ હતી. પુલવામાં સેવાના જવાનોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જયારે શોપિયાન જીલ્લામાં જવાનો પર ગ્રેનેડ ફેંકીને હુમલો કરાયો હતો. આ હુમલામાં ત્રણ જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. પુલવામાંના થુમા નામના ગામમાં સુરક્ષા કર્મીઓએ આતંકવાદીની શોધખોળ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. ત્યારે જવાનોને થુમાના એક ઘરમાં આતંકી છુપાયો હોવાનું માલુમ પડયું હતું.

છેવટે જવાનોએ સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને આતંકવાદીઓને ઠાર માર્યા હિંસક ટોળાને કાબુમાં કરવા જવાનોએ ફાયરીંગ કરવાનો તેમને પેલેટ ગનનો પણ ઉપયોગ કરવો પડયો હતો આ ઘટનામાં કેટલાક નાગરીકોને ઇજા થઇ હતી. જયારે ૧૬ વર્ષીય યુવક ફૈઝાન અહેમદ ખાનનું મૃત્યુ થયું હતું. કુપાવારા જીલ્લાના જંગલોમાં પણ સર્ચ ઓપરેશન કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.