Abtak Media Google News

ઓટલા, છાપરા, દિવાલ સહિતના દબાણો દૂર કરી 1995 ચો.મી. જમીન ખૂલ્લી કરાવાઈ

વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના વોર્ડ નં.13માં સમાવિષ્ટ ચંદ્રેશનગર મેઇન રોડ પર ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અલગ-અલગ નવ સ્થળોએ માર્જીન અને પાર્કિંગમાં ખડકાયેલા દબાણનો સફાયો કરી દેવામાં આવ્યો હતો. 1995 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.

Img 20220505 Wa0012

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે શહેરના ચંદ્રેશનગર મેઇન રોડ પર ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શીતલ સ્ટુડીયો, સંતોષ ભેળ, લક્કી પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, શ્રીશક્તિ ગ્લાસ ટ્રેડર્સ, પટેલ ડાયનીંગ હોલ, રાધે ઓટો પાર્ટ્સ, શુભ કોર્નર, નટરાજ કોમ્પ્લેક્સ અને કિરણ કોમ્પ્લેક્સમાં માર્જીન અને પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા ઓટલા, છાપરા અને દિવાલ સહિતનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.