Abtak Media Google News

અમરેલી, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ છવાયું 

ગુજરાતના વાતાવરણમાં ગઈ કાલે અચાનક પલટો આવ્યો હતો. જેને કારણે સૌરાષ્ટ્ર  અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના વતાવરણમાં મધ્ય રાત્રીએ પલટો આવ્યો હતો. રાત્રી દરમિયાન કમોસમી વરસાદી છાંટા વરસ્યા (ફિશક્ષ) હતા. કમોસમી વરસાદી છાંટા પડવાને લઈ ખેડૂતો ચિંતિત બન્યા હતા. કેટલાક ખેડૂતોનો મહામુલો ઘઉંનો પાક હજુ ખેતરમાં છે. વહેલી સવારે પણ વાદળછાયુ વતાવરણ છવાયું હતું.

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. મોડી રાત્રે એકાએક પલટો આવ્યો હતો. ગાજવીજ અને વાવાજોડા સાથે વરસાદી છાંટા પડ્યા હતા. મોડાસા, શામળાજી સહીત જિલ્લામાં વરસાદી છાંટા સાથે માવઠું થયું હતું. વાવાજોડાથી ખેતિના પાકને નુકશાનની ભીતિ છે. પાટણ પંથકમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવાર બાદ આંશિક વાદળ ઘેરાયા છે. આકાશમાં છુટા છવાયા વાદળો ઘેરાયા છે. સવાર થી ધીમે ધીમે ઠંડા પવન ફૂંકાયા હતા. અમરેલી જીલ્લાના રાજુલા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. છતડિયા, હિંડોરણા સહિતના આસપાસના ગામોમાં થોડીવાર માટે વરસાદી છાંટા પડ્યા હતા. ભર ઉનાળે કમોસમી વરસાદી મહોલથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.