Abtak Media Google News

હાલમાં લગ્નસરાની મોસમ ચાલી રહી છે તો સાથે જ કોલેજમાં પણ પરીક્ષાઓ ચાલી રહી છે જેમાં મોરબી ખાતે આ નવવધુના 26 એપ્રિલના લગ્ન હતા અને સાથે જ તેની પરીક્ષાનું પેપર પણ હતું ત્યારે યુવતી પાનેતરમાં સુસજ્જ બનીને પરીક્ષા આપવા પહોંચી હતી.

Advertisement

જિંદગી ની પરીક્ષા માં તો આગળ જઈને પાસ થવાનુ જ છે પણ તે પહેલાં ભણતર ની પરીક્ષા માં પણ પાસ થવું છે તેવું માનતી ખુશાલી આજરોજ લગ્નના પોશાકમાં પી.જી પટેલ કોલેજ પહોંચીને M.COM. ની પરીક્ષા આપી હતી એક જ દિવસે પરીક્ષા અને લગ્ન હોય ત્યારે બને જવાબદારી ખુશાલી એ નિભાવી હતી. જેમાં પ્રોત્સાહન આપતા યુવતીના ભાવિ પતિએ કહ્યું હતું કે “તું પરીક્ષા આપ જાન હું રોકીને રાખીશ” ત્યારે આ યુગલ વિદ્યાર્થીઓ માટે અને જે પરિવારો છે કે નવવધુઓ ને અભ્યાસ કરવાથી રોકતા હોય છે તેવા પરિવારો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે.

Screenshot 2 21

મોરબીની પી. જી. પટેલ કોલેજમાં અભ્યાસ કરતા ખુશાલી ચાવડા કે જેઓના આજે લગ્ન હતા અને સાથે સાથે m. com semester– 4 ની પરીક્ષા પણ હતી ત્યારે આવી સ્થિતિ વચ્ચે તેઓ પાનેતર પહેરીને પરીક્ષા દેવા પહોંચ્યા હતા અને તમામ લોકો ચોંકી ગયા હતા. સંસારની પરીક્ષા પહેલા ભણતરની પરીક્ષા આપનાર ખુશાલીબેન આ તકે, જણાવ્યું કે આવી સ્થિતિ વચ્ચે પરીક્ષા આપવા માટે આવવું થોડું મુશ્કેલ હતું અને માતા પિતા એ પણ એક તકે કહી દીધું હતું કે લગ્ન જરૂરી છે પરંતુ ભાવિ પતી અને શિક્ષકો ના સાથ મળ્યા બાદ પરિવારનો પણ સાથ મળ્યો હતો. તેમજ તેમના ભાવી પતી રાજ જોષી એ તો જણાવ્યું હતું કે, તું પરીક્ષા આપ હું જાન રોકી ને રાખીશ ત્યારે તેઓના આ વલણ ને કારણે આ બધું શક્ય બન્યું અને આ સાથે બીજા વાલીને વિનંતી કરતા કહ્યું કે દીકરીઓને શિક્ષણ માટે પૂરતો સાથ આપે. આમ ખુશાલીબેન તમામ વિદ્યાર્થી માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

સાથે જ પરીક્ષા આપનાર યુવતીના ભાવિ પતી રાજ જોષી એ જણાવ્યું હતું કે કોઈ દીકરી ને આપણે આપણા ઘરે લઈને આવતાં હોય તો તેના મન ની ઈચ્છાઓને મારવી ન જોઈએ આપણે તેના મન પર હક જતાવી શકતા નથી અને દરેક પરિવારે આ રીતે વર્તવું જોઈએ.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.