Abtak Media Google News

રાજુલાની ધારનાથ-૩ સોસાયટીમાં ધારાસભ્ય અંબરીશ ડેરની ઉપસ્થિતિમાં સી.સી.રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. ઉબડ ખાબડ આ રોડ નવો બનતા સ્થાનિકોની અનેક મુશ્કેલીઓ દુર થશે. આ માર્ગ પર બ્રહ્મ સમાજની વાડી હોય સમસ્ત બ્રહ્મ સમાજની મહિલાઓ, ખેલૈયાઓ અહીં રાસ રમવા આવતા હોય ત્યારે પારાવાર મુશ્કેલીઓ થતી, ઉબડ-ખાબડ રસ્તાથી જયાં ત્યાં પાણીના ખાબોચીયા, ગારામાંથી પસાર થવુ પડતું હતું. આગામી તા.૧૭/૧૦/૨૦૨૦ના રોજ નવરાત્રીમાં જો સરકાર મંજુરી આપે તો સમસ્ત બ્રહ્મ સમાજની ગરબી યોજાશે. આમ અહીં ગરબામાં ભાગ લેતા ખેલૈયાઓ આ સમાચારથી ખુશ થયા છે. આ તકે પાલિકાના જયેશ દવે, વિણાબેન જોષી, ઘનશ્યામભાઈ લાખણોત્રા, સ્થાનિક રહિશો, રમેશભાઈ મહેતા, વિપુલભાઈ લહેરી, ભોળાભાઈ, જીજ્ઞેશભાઈ શાહ, કોકીલાબેન, દક્ષાબેન, પારૂલબેન, કિર્તીબેન, જયેશભાઈ લહેરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.