Abtak Media Google News

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નવી શિક્ષણ નીતિને આવકારીને વ્યક્તિ,સમાજ અને દેશની સર્વાંગી પ્રગતિ માટેની યુગાનુયુગ અને દેશાનુકૂળ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન આપતાં જણાવ્યું હતું કે ભારતનું વૈશ્વિકસ્તરે મહત્વ વધવાની સાથે દેશને વિશ્વગુરૂ બનાવવા માટે વ્યક્તિ, અને સમાજના વિકાસ માટે શિક્ષણ આધારશિલા છે. ભારતને નોલેજ સુપરપાવરના સ્વરૂપમાં પ્રસ્થાપિત કરવાની નેમ સાથેની નવી શિક્ષણ નીતિ દેશના પ્રત્યેક નાગરીકના જીવનને સ્પર્શે એક ન્યાયસંગત અને નિષ્પક્ષ સમાજ અને કૌશલ્ય ઘડતર સાથે દેશની સર્વાંગી પ્રગતિની દિશામાં એક કેન્દ્ર સરકારે ઐતિહાસિક પગલું ભર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા અનેક દેશહિત અને જનહિતના અનેક પગલાંઓ અને નિર્ણયો સમયાંતરે લેવામાં આવી રહ્યાં છે.

૩૪ વર્ષ પછી શિક્ષણનીતિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના યુવાનોના કૌશલ્ય અને જ્ઞાનથી સજ્જ  બનાવવા વિજ્ઞાન, ટેકનોલોજી, એકેડેમિક અને ઈન્ડસ્ટ્રીઝમાં પડતી ખોટ શિક્ષણના આધારે પૂરી કરવા માટે એક  ઐતિહાસિક પગલું લીધું છે. ઓનલાઈન અને ઓફલાઈન પદ્ધતિ દ્વારા તજજ્ઞો સહિત જમીન સ્તરથી ગામડાઓ, શહેરો-જીલ્લાઓ, રાજયોથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધીના લોકોને આ નવી શિક્ષણ નીતિમાં આવરી લેવામાં આવ્યાં છે. દેશની પ્રાચીન ધરોહર અને વિરાસત દ્વારા વિશ્વ સાથે કદમ મિલાવવાનું લક્ષ્ય આ શિક્ષણનીતિમાં સફળ થશે.  નવી શૈક્ષણિક નીતિ અમલમાં લાવવાથી જે તે પ્રાદેશિક-માતૃભાષાનું મહત્વ અને કૌશલ્ય-જ્ઞાનલક્ષી શિક્ષણ એ દરેકના જીવનમાં પ્રોગ્રેસીવ બનશે. દેશની ૧૦૦૦ વિશ્વ વિદ્યાલયો, ૪૨,૦૦૦ ડિગ્રી કોલેજ, ૧૫ લાખથી વધુ સ્કૂલો તેમજ ૧.૦૯ કરોડ પ્રાધ્યાપકો અને અમેરીકાની જનસંખ્યાથી વધુ ૩૩ કરોડ વિદ્યાર્થીઓને સ્પર્શતા  દેશના વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંત, બુદ્ધિજીવો, સમાજસેવકો, પ્રાધ્યાપકો, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ તરફથી મળેલા ૨.૨૫ લાખ એકત્રિત સૂચનોમાંથી સંકલન અન સમન્વય કરીને ઐતિહાસિક, શૈક્ષણિક ક્રાંતિ દ્વારા શિક્ષણનીતિ બનાવવામાં આવી છે. તે બદલ શિક્ષણમંત્રી પ્રકાશ જાવડેકર અને રમેશ પોખરીયાલ અને શિક્ષણ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.

નવી શિક્ષણ નીતિની સફળતા તેના અમલીકરણ પર આધાર રાખશે : ત્યાગ વલ્લભ સ્વામી

ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી નવી શિક્ષણ નીતિ શિક્ષણ નીતિ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા આવકાર્ય છે. વર્તમાન સમયની જરૂરિયાતો સંતોષાય, ભવિષ્યમાં રાષ્ટ્રના વિકાસમાં શિક્ષણક્ષેત્રનું નેત્રદિપક યોગદાન રહે અને શિક્ષિત થનાર વ્યક્તિને સાચાં સુખનો અનુભવ કરાવી શકે તે પ્રકારની બાબતો આવરી લેવામાં આવી છે. તે ખૂબ સારી વાત છે. પરંતુ આ નીતિની સફળતાનો આધાર તો કેન્દ્ર અને રાજય સરકારો કેવી રીતે તેનું અમલીકરણ કરે છે? અને ભારતીય સમાજવ્યવસ્થા કઇ રીતે મૂલવે છે? તેના ઉપર જ રહેશે. તેવો અભિપ્રાય આત્મીય યુનિવસિટીના સંવાહક ત્યાગવલ્લભસ્વામીએ વ્યકત કર્યો છે.

તેમણે કહ્યું છે કે, પ્રાચીન ભારતીય પરંપરા અને પાશ્ર્ચાત્ય દેશોના અભ્યાસક્રમોને દ્રષ્ટિમાં રાખીને વિદ્યાર્થીઓમાં બાળપણથી જ કોઇને કોઇ બાબતનું કૌશલ્ય વર્ધન થાય તેવો ઉદેશ પ્રાથમિક રીતે દેખાય છે. પ્રાથમિક રીતે દેખાય છે. પ્રાથમિક શિક્ષણથી જ બાળકોમાં જીવનમૂલ્યોની પ્રતિષ્ઠા થાય તેવો અભિગમ આ નીતિમાં છે. તે આવકાર્ય છે. પણ, તે માટે સરકાર, સમાજ, શિક્ષક, પરિવાર અને વિદ્યાર્થી આ બધાં એકમોએ આ મૂલ્યોની પ્રતિષ્ઠા કરીને સંસ્કાર સમૃધ્ધ તથા ભ્રષ્ટાચારમુકત સમાજની રચનામાં પોતાનું યોગદાન આપવું પડશે. અન્યનો વિચાર સમાજમાં સમરસતા અને આત્મીયતાનો પ્રસાર કરશે. સુદામા અને શ્રીકૃષ્ણને અભ્યાસની સમાન સુવિધા-તક પ્રાપ્ત થશે તો આ નવી શિક્ષણનીતિ સફળ ગણાશે. દિલ્હી સરકારના શિક્ષણ મંત્રી મનીષ સીસોદિયાની પહેલથી દિલ્હીની સ્કૂલોમાં માનવીય જીવનમૂલ્યોનાં શિક્ષણનો પ્રશંસનીય પ્રયોગ કરવામાં આવ્યો. તે માટે દિલ્હી સરકારે બહુ મોટી નાણાંકીય જોગવાઇ કરી. આ અભિગમની સફળતા આપણી સામે છે. જો દ્રઢ ઇચ્છાશક્તિ હોય તો શું થઇ શકે? તે દિલ્હી સરકારે કરી બતાવ્યું છે. નવી શિક્ષણનીતિની સફળતા માટે તમામ સરકારોએ એવા અભિગમથી કાર્ય કરવું પડશે.

દેશની વિવિધતા અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંશોધનાત્મક અભિગમ સાથે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે પ્રેરાય તે પ્રકારનું વાતાવરણ આ નવી શિક્ષણનીતિના માધ્યમથી સર્જવું પડશે. દેશનાં બુધ્ધિધનને દેશમાં જ તેની ક્ષમતાને અનુરૂપ તકો ઉભી કરવી પડશે. દેશ-વિદેશના નિષ્ણાંતોએ સાથે મળીને પુખ્ત વિચારણા પછી આ નીત્નિે અમલમાં મૂકવાનો નિર્ણય થયો હશે. ‘આપણે સહુ સાથે મળીને સુખી જોઇએ’ની ભાવના વિકસશે તો આ નીતિ સફળ ગણાશે. નવી શિક્ષણનીતીની સફળતાનાં ફળ ચાખવા સમાજે પણ નવા અભિગમ સાથે આવકાર આપવો રહ્યો. તેવો પણ અભિપ્રાપ ત્યાગવલ્લભ સ્વામીએ વ્યકત કર્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.