Abtak Media Google News

પાંચેય પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર, સિટી એન્જિનીયર અને ક્ધસલ્ટીંગ એજન્સી કાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સમક્ષ બ્રિજની ડિઝાઈનનું પ્રેઝન્ટેશન રજુ કરશે

શહેરીજનો માટે માથાના દુ:ખાવા‚પ બની ગયેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે મહાપાલિકા દ્વારા ટ્રાફિકથી ધમધમતા સર્કલ ખાતે અંડરબ્રીજ અને ઓવરબ્રીજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત સિવિલ હોસ્પિટલ ચોકમાં ટ્રાએન્ગલ બ્રીજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રીજ માટે ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અંગત રસ લઈ રહ્યા છે. બ્રીજની ડીઝાઈન ફાઈનલ કરવા માટે સીએમએ આવતીકાલે પદાધિકારી અને અધિકારીઓને ગાંધીનગર રૂબરૂ હાજર રહેવા તેડુ મોકલ્યું છે.

Advertisement

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ સિવિલ હોસ્પિટલ ચોકમાં નિર્માણ પામનાર બ્રીજની ડિઝાઈન ફાઈનલ કરવા માટે ગત સપ્તાહે જ પદાધિકારીઓ અને અધિકારીઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા પરંતુ વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ ફાઈનલ થતા.

આ બેઠક મોકુફ રાખવામાં આવી હતી. દરમિયાન આવતીકાલે શનિવારે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ મહાપાલિકાના મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વીનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, સિટી એન્જીનીયર અને બ્રીજના કન્સલ્ટન્ટને ગાંધીનગર આવવા માટે તેડુ મોકલયું છે. કાલે સીએમ વિજયભાઈ રૂપાણી સમક્ષ સિવિલ હોસ્પિટલ ચોકના બ્રીજની ડિઝાઈનનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવશે ત્યારબાદ ડિઝાઈન ફાઈનલ કરી ટુંક સમયમાં બ્રીજના નિર્માણ માટે ટેન્ડર પણ પ્રસિઘ્ધ કરી દેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલ ચોકમાં પારેવડી ચોક તરફ, જયુબેલી ગાર્ડન તરફ અને જામનગર રોડ તરફ એમ ત્રણેય માર્ગીય બ્રીજ બનાવવા માટે રાજય સરકાર દ્વારા બજેટમાં જ મહાપાલિકાને કરોડો ‚પિયાની ફાળવણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.