Abtak Media Google News

કેબીનેટ બેઠકમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા મંત્રીઓ જોડાયા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા કલેકટર કચેરીઓમાં  રહેલા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજી હતી.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મુખ્ય સચિવ, પોલીસ મહા નિદેશક તેમજ મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ અને અગ્ર સચિવ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

વર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં પણ પ્રજાહિતના નિર્ણયો અને પ્રજાલક્ષી કામગીરીમાં રૂકાવટ ના આવે તેવા ઉદ્દાત ભાવથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં જામનગર ખાતે કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી વિડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટમાં જોડાઈ જામનગર ખાતેના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી સાથે જ કૃષિમંત્રી આર.સી.ફળદુએ ચણાની ખરીદી વિશે અન્ય મંત્રી સાથે ચર્ચા કરી હતી.

આ તકે મુખ્યમંત્રીએ જામનગરવાસીઓને આયુષ મંત્રાલયના રોગપ્રતિકારકશક્તિ વધારવા માટેના સૂચનો પર ધ્યાન આપવા અને શમશમનવટીનું સેવન કરવા સૂચન કર્યુ હતું.

આજરોજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ  તથા રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ભારત સરકારના આયુષ મંત્રાલયની ગાઈડ લાઈન મુજબ હોમિયોપેથી અને આયુર્વેદ ડોક્ટરોની ટીમ દ્વરા ત્યાર કરેલ “ઈંખખઞગઈંઝઢ ઇઘઘજઝઊછ ઊંઈંઝ”નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. કોરોના જેવી મહામારીથી આખું વિશ્વ ભય હેઠળ છે. ત્યારે આપણી હજારો વર્ષ જૂની આયુર્વેદ પદ્ધતિ દ્વારા  કોરોના જેવા વાયરસ સામે રક્ષણ મેળવવા માટેની ઘણી બધી આયુર્વેદ દવા તથા  હોમીયોપેથી દવા ઉપલબ્ધ છે. લોકોની રોગપ્રતિકારકશક્તિ જળવાય રહે તે હેતુથી લોકઆર્યુવેદ અને કે.ડી.ફાર્મા દ્રારા હોમીયોપેથી અને આયુર્વેદિક  કીટ બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

કોરોના સંક્રમણથી લોકોને બચાવવા આયુર્વેદ ઔષધિના ઊપયોગ અંગે બેઠક યોજાઈ

જામનગર સમગ્ર રાજ્યનું આયુર્વેદિય ચિકિત્સા પદ્ધતિનું હબ માનવામાં આવે છે ત્યારે જામનગરમાં  કોવિડ-૧૯ના સંક્રમણથી લોકોને બચાવવા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આયુર્વેદ ઔષધીઓનો ઉપયોગ અને આયુષ મંત્રાલયના સૂચનોના અમલીકરણ અંગે આજરોજ કેબિનેટ મંત્રી  આર.સી.ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, કલેક્ટર રવિશંકર, આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર અનુપ ઠાકર સાથે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં રોગપ્રતિકારકશક્તિ વધારતા ઔષધિઓનું જામનગરવાસીઓમાં સેવન વધે તે હેતુથી આગામી દિવસોમાં તંત્ર દ્વારા લોકોને શમશમનવટીનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ મંત્રીઓ દ્વારા આયુષ મંત્રાલયના સુચનો અને આયુર્વેદ પદ્ધતિના ઉપયોગથી લોકોમાં વધુ ને વધુ કોરોના સંક્રમણથી બચવાની શક્તિનું નિર્માણ થાય તે માટે આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથે ચર્ચા કરી ઉકાળા વિતરણ, શમશમનવટીનું વિતરણ વગેરે પગલાંઓ લેવા વિશે આયોજન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.