Abtak Media Google News
  • ભારતમાં દ્વિચક્રી વાહનોની સંખ્યા ખૂબ જ વધુ : વિશ્વનું પ્રથમ સીએનજી સ્કૂટર લોન્ચ કરશે બજાજ

આવનારા વર્ષમાં ભારત ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા તરીકે ઊભરી આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે સરકાર દરેક ક્ષેત્રે ઘણા ખરા વિકાસ લક્ષી કાર્યો કરી રહી છે અને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે ભારત દેશમાં દ્વીચકરી વાહનોની સંખ્યા ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે પેટ્રોલ પરનું ભારણ ઘટાડવા માટે સરકાર સીએનજી ને વધુ પ્રાધાન્ય આપી રહી છે. પ્રકારના આ લક્ષ્યાંક ને ધ્યાને લઈ બજાજ તેનું સર્વપ્રથમ સીએનજી બાઈક જૂન મહિનામાં લોન્ચ કરી રહ્યું છે. સીએનજી બાઈક લોન્ચ થતા જ સરકારની સાથોસાથ વપરાશ કરતા અને પણ ઘણો ફાયદો પહોંચશે અને જે ક્રૂડ પરનું ધારણ છે તે ઘણાખરા અંશે ઘટી જશે.

Advertisement

સરકાર બીજી તરફ તેનું વિદેશી હૂંડિયામણ બચાવવા માટે પણ સીએનજીને પ્રાધાન્ય આપી રહ્યું છે. હાલના તબક્કે જે રીતે દ્વિચક્રી વાહનોની ખરીદી થઈ રહી છે તો તેની સામે પેટ્રોલનો પણ વપરાશ વધ્યો છે અને આ અંતે છેલ્લે સરકાર ઉપર જ ભારણ આવે છે. જોવાની વાત તો એ છે કે હવે સરકાર ઈલેક્ટ્રીક અને સીએનજી ઉપર વધુ મદાર રાખે છે જેથી આવનારા દિવસોમાં ક્રૂડ ઓઇલ પર જે સરકારનો મહત્તમ ખર્ચો થાય છે તે બચી શકે તો સામે પ્રદૂષણ માંથી પણ ભારત મુક થઈ શકે. સીએનજી પર ચાલતી બાઇકની આતુરતાથી રાહ જોઇ રહેલા લોકો માટે સારા સમાચાર છે. તાજેતરમાં જ બજાજની સીએનજી બાઈક દેશના રસ્તાઓ પર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. આ પહેલા પણ ટુ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની બજાજની આ બાઈક ઘણી વખત જોવા મળી છે. જૂન મહિનામાં કંપની દ્વારા રજૂ કરવામાં આવનાર ખૂબ જ ખાસ સીએનજી બાઇક દેશમાં આ પ્રકારનું પ્રથમ વ્હીકલ હશે.

એન્જિન ને ફ્યૂઅલ ટેન્કની હીટ એટલે કે ગરમીથી દૂર રખવા માટે સીએનજી બાઇકમાં સ્લોપર જેવું એન્જિન આપવામાં આવ્યું છે. એવું અપેક્ષિત છે કે એન્જિનનું ડિસ્પ્લેમેન્ટ 100 – 125 સીસીની રેન્જમાં હશે. જો તમે ફોટો ધ્યાનથી જોશો, તો બાઇકના આગળના ભાગમાં ડિસ્ક બ્રેક સાથે એબીએસ રિંગ નથી. આ ફીચર્સની ગેરહાજરી સૂચવે છે કે એન્જિન ડિસ્પ્લેસમેન્ટ ચોક્કસપણે 125 સીસીથી ઓછું હશે.  કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) પર ચાલતા વાહનોના વેચાણમાં બદલાતા ગતિશીલતાના વલણો અને લોકો વધુને વધુ ઓછા પ્રદૂષિત ઉર્જા સ્ત્રોતો પસંદ કરી રહ્યા છે .નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ડીઝલ-પેટ્રોલથી ચાલતી કારની સરખામણીમાં ઓછી કિંમત, નવી ઓફરો અને મોટાભાગે રોકડ પ્રોત્સાહનો સીએનજી વાહનોની માંગમાં વધારો કરી રહ્યા છે.સીએનજી પર કાર ચલાવવાનો ખર્ચ લગભગ ૨.૫ રૂપિયા પ્રતિ કિલોમીટર છે જ્યારે પેટ્રોલ-ડીઝલનો ખર્ચ ૫.૩૦ રૂપિયા પ્રતિ કિલોમીટર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.