Abtak Media Google News

છેલ્લા કેટલાક દિવસોથી, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લોટના આસમાની કિંમત અને વીજળીના બિલમાં અણધાર્યા વધારા સામે વ્યાપક વિરોધ ચાલી રહ્યો છે.  ત્યાંની દુર્દશાનું મુખ્ય કારણ પીઓકે સાથે પાકિસ્તાનનું સાવકી મા જેવું વર્તન છે.  પાકિસ્તાન પીઓકેના સંસાધનોને સતત લૂંટી રહ્યું છે.  આ નીતિ સામેના આ વિરોધે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે.  લોકોનું કહેવું છે કે પીઓકે સ્થિત મંગલા ડેમમાંથી ઉત્પાદિત વીજળી પાકિસ્તાનને સપ્લાય કરવામાં આવે છે. જ્યારે પીઓકેમાં સબસિડી બંધ થવાને કારણે વીજળી બિલમાં અણધાર્યો વધારો થયો છે.

પીઓકેમાં આવેલ મંગળા ડેમ બે થી અઢી હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે.  તેની ઉત્પાદન કિંમત પ્રતિ યુનિટ અઢીથી ત્રણ રૂપિયા છે અને પાકિસ્તાન સરકાર ગ્રાહકો પાસેથી યુનિટ દીઠ 50 થી 60 રૂપિયા વસૂલે છે.  આ આંદોલનનું નેતૃત્વ જમ્મુ-કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી કરી રહી છે.  આંદોલનને કચડી નાખવા માટે હજારો રેન્જર્સ તૈનાત કરવામાં આવ્યા છે.  જેમાં બંને પક્ષોની અથડામણમાં આંદોલનકારીઓ, રેન્જર્સ અને પોલીસ કર્મચારીઓના મોત થયા છે.  હવે આ મુદ્દાનો પડઘો બ્રિટન અને ઘણા દેશો સુધી પહોંચ્યો છે.  બ્રિટનમાં પાકિસ્તાન કાશ્મીર પીપલ્સ પાર્ટીના કાર્યકર્તાઓએ પાકિસ્તાન કોન્સ્યુલેટની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે મુઝફ્ફરાબાદમાં સેનાના કમાન્ડોને હેલિકોપ્ટર દ્વારા તૈનાત કરવામાં આવી રહ્યા છે, જેના કારણે હિંસા અને જાનમાલના નુકસાનની સંભાવના વધુ વધી ગઈ છે.  પીઓકેમાં સ્થિતિ હવે એટલી ખરાબ થઈ ગઈ છે કે ત્યાંના લોકો પાકિસ્તાન સરકાર સામે ખુલ્લેઆમ વિદ્રોહમાં ઉતરી આવ્યા છે.  તેઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ’અમે ભારતમાં જોડાવા માંગીએ છીએ. અહીં જીવવું મુશ્કેલ બની ગયું છે.  પાકિસ્તાન અહીંના કુદરતી સંસાધનોને લૂંટી રહ્યું છે.  તે પોતાની જરૂરિયાતની વસ્તુઓ લઈ લે છે, પણ આપણને કંઈ મળતું નથી.

ઉલ્લેખનીય છે કે 10 મેના રોજ ત્યાં ભારતીય ત્રિરંગો ફરકાવ્યો હતો. હકીકતમાં પીઓકેના લોકો જોઈ રહ્યા છે કે જમ્મુ-કાશ્મીરના રહેવાસીઓ શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છે.  જમ્મુ-કાશ્મીરમાં સમૃદ્ધિ અને વિકાસની નવી લહેર શરૂ થઈ છે.  તાજેતરમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં જમ્મુ અને કાશ્મીરમાં રેકોર્ડબ્રેક ટકા મતદાન થયું હતું, જે અગાઉની ચૂંટણીઓ કરતાં ઘણું વધારે છે.

પાકિસ્તાન સરકારે પીઓકેને 23 અબજ પાક રૂપિયાની ગ્રાન્ટ આપી છે, પરંતુ તેની કોઈ અસર થઈ નથી.  વાસ્તવિકતા એ છે કે પીઓકેના લોકો હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પર બિલકુલ વિશ્વાસ કરતા નથી.  આથી હવે પાકિસ્તાનના વડાપ્રધાન પીઓકે જઈને ત્યાંની સમસ્યાઓનું સમાધાન વાતચીત દ્વારા શોધવા માંગે છે.  હવે જોવાનું એ રહે છે કે તેમની વાતચીત શું પરિણામ લાવે છે.  જો જોવામાં આવે તો 1947 પછી ભારતની કોઈપણ સરકારે પીઓકેને પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરાવવા માટે કોઈ પ્રયાસ કર્યા નથી.

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હવે ભારત તેને પાછું લેવા માટે નક્કર પગલાં લેશે, જેથી તેના અન્ય ભાગને જમ્મુ-કાશ્મીર સાથે જોડી શકાય.  કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.  આ પહેલા સંસદમાં પણ બે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા છે.  હવે પાકિસ્તાનને હિસાબ આપવાનો સમય આવી ગયો છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.