Abtak Media Google News

વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં માવઠાની સંભાવના : નલીયા 4.5 ડિગ્રી, ગીરનાર પર્વત પર પારો 7.7 ડિગ્રી, રાજકોટ 9.4 ડિગ્રી

ઉતર ભારતના પહાડી રાજયોમાં સતત બરફ વર્ષાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં કાતીલ ઠંડીનો પ્રકોપ યથાવત રહેવા પામ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાયાના કારણે આવતીકાલે ત્રણ જિલ્લામાં કમૌસમી વરસાદની આગાહી હવામાન  વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે રાજયમાં ઠંડીના જોરમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. જો કે બર્ફિલા પવનના સુસવાટાના કારણે જનજીવન ઠુંઠવાયું હતું.

આજે રાજયભરમાં ઠંડીના જોરમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો જો કે બર્ફિલા પવનના સુસવાટાના કારણે જનજીવન કાતીલ ઠંડીમાં રીતસર ઠુંઠવાતુ રહ્યું હતું. કચ્છના નલીયાનું લધુતમ તાપમાન 4.5 ડિગ્રી નોંધાયું હતું. જુનાગઢમાં ગીરનાર પર્વત પર તાપમાન 7.7 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત રાજકોટનું લધુતમ તાપમાન 9.4 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદનું તાપમાન 13.5 ડિગ્રી, વડોદરાનું તાપમાન 13.4 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 13.6 ડિગ્રી, ભુજનુઁ તાપમાન 9.7 ડિગ્રી, ડિસાનું તાપમાન 12 ડિગ્રી, દીવનું તાપમાન 14.6 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 15 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 11.7 ડિગ્રી, જુનાગઢનું તાપમાન 12.7ડિગ્રી, કંડલાનું તાપમાન 12 ડિગ્રી, નલીયાનું તાપમાન 4.5 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 12.4 ડિગ્રી, સુરતનું તાપમાન 16.4 ડિગ્રી અને વેરાવળનું તાપમાન 14.8 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. બર્ફિલા પવનના સુસવાટાના કારણે લધુતમ તાપમાન ના ઘટાડો નોંધાવા છતાં લોકોએ ઠંડીમાં ઘટાડો થયાનો અહેસાસ થયો ન હતો.

વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાવાના કારણે આવતીકાલે બનાસકાંઠા, સાંબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. બીજી તરફ ઉતર ભારતના પહાડી રાજયમાં પણ આવતીકાલથી બરફ વર્ષાની સંભાવના વ્યકત કરવામાં આવી હોય આગામી દિવસોમાં પણ ઠંડીનો પ્રકોપ જારી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.