Abtak Media Google News

શંકાસ્પદ કોરોના દર્દીઓને રખાશે: સરકારની ગાઇડ લાઇન મુજબ તમામ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે

નોવેલ કોરોના (કોવિડ-૧૯) અંતર્ગત શંકાસ્પદ- પોઝિટીવ કોવિડ-૧૯ ના કેસોની યોગ્ય વ્યવસ્થા કરવાની માર્ગદર્શીકા અન્વયે થયેલ સુચના મુજબ જિલ્લામાં એક કોવિડ કેર સેન્ટર (સી.સી.સી.) તથા એક ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (ડી.સી.એચ.સી.) નિયમ કરવાના થાય છે. તા. ર૪-૩-૨૦ ના જાહેરનામા તથા રાજકોટ કલેકટરના આદેશથી સુનિશ્ર્ચિત કરવામાં આવેલ કવોરન્ટાઇન ફેસીલીટી સેન્ટર કામદાર હોમીયોપેથીક મેડીકલ કોલેજ એન્ડ રીચર્સ સેન્ટર તથા કામદાર જનરલ હોસ્પિટલ, હરીપર પાળ સર્વે નં. ૧૨ એન.આર.આઇ. બંગ્લોઝ પાછળ, કાલાવડ રોડ રાજકોટને કોવિડ કેર સેન્ટર તરીકે આથી જાહેર કરવામાં આવેલ છે.

Kamdar Pre

કોવિડ કેર સેન્ટર ખાતે તબીબી રીતે માઇલ્ડ અથવા વેરી માઇલ્ડ અથવા શંકાસ્પદ કોવિડના કેસો જણાયેલ હોય તેવા વ્યકિતઓને રાખવાના રહેશે તેમજ આ સેન્ટર ખાતે કોવિડ સિવાનીની ગર્ભવતી મહિલાઓ, નવજાત શિશુઓ વગેરેને લગતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે. આ સેન્ટર ખાતે કોવિડના જે શંકાસ્પદ કેસો એડમીટ કરવામાં આવે તે દરેક દર્દીને અલાયદા રૂમ આપવાની વ્યવસ્થા કરવાની રહેશે. આ સેન્ટર ખાતે ઓકસીજનનો પર્યાપ્ત જથ્થા સામે ૨૪ ડ્ઢ ૭ ધોરણે ઉપલબ્ધ રાખવાની રહેશે. જેથી માઇલ્ડ અથવા વેરી માઇલ્ડ અથવા શંકાસ્પદ કોવિદના કેસોના લક્ષણો મોડરેટ અથવા તો સીવીયર જણાય તો તાત્કાલીક તેમને ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર ખાતે ડોકટરો ઉપલબ્ધ કરાશે.

ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર ખાતે તબીબી રીતે મોડરેટ જણાયેલ કેસો દાખલ કરવાના રહેશે. આવા દર્દીઓને આ સેન્ટર અલાયા વિસ્તારમાં રાખવાના રહેશે. તેમજ કોઇ સંજોગોમાં શંકાસ્પદ  અને પોઝીટીવ કેસોના દર્દીઓને આ વિસ્તારમાં રાખી શકાશે નહી તથા મોડરેટ કેસો અને શંકાસ્પદ અથવા પોઝીટીવ કેસોના દર્દીઓ માટે અવર જવરનો માર્ગ પણ અલાયદી રાખવાની રહેશે. ડેડીકેટેટ કોવિડ હેલ્થ સેન્ટર ખાતે ઉપરોકત ભારત સરકાર તથા ગુજરાત સરકારની ગાઇડ લાઇન મુજબની તમામ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે. અનીલભાઇ કામદાર, ટ્રસ્ટી રાજુભાઇ કામદાર, ચેરમેન ચંદ્રેશભાઇ કામદાર, ટ્રસ્ટી પરેશભાઇ કામદાર, ડાયરેકટર તથા સમસ્ત હોસ્પિટલ તથા કોલેજ સ્ટાફ ડો. મોની મજુમદાર ડો. પ્રીયેશ જૈન, ડો. આનંદ તથા તમામ મેડીકલ પેરામેડીકલ અને નસીંગ સ્ટાફએ સંપૂર્ણ જહેમત ઉઠાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.