Abtak Media Google News

આવા વાહકોને દરરોજ એન્ટી રીટ્રોવાઇરસ ડ્રગ લેવી પડે છે, સિવિલ હોસ્પિટલમાંથી તેમને પૂરા મહીનાની દવા અપાય છે

કોરોના ઇફકેટ્સના પગલે લોકડાઉનને કારણે જેની કોઇ રસી નથીને અસાધ્યની વ્યાખ્યામાં આવતાં એચ.આઇ.વી. એઇડ્સમાં પવર્તમાન ટ્રીટમેન્ટમાં એન્ટી રીટ્રોવાયરસ ડ્રગ (એ.આર.ટી.)નિયમિત લેવાની હોય છે. દરેક સિવિલ હોસ્પિટલમાં આ એ.આર.ટી. વિભાગ કાર્યરત હોય છે. જયાંથી દરેક વાહકો એક માસની એક સાથે ડ્રગ્સ અપાય છે.

લોકડાઉનને કારણે આવા વાહકોને દવા પૂરી થઇ જતાં તે લેવા સિવિલ હોસ્પિટલે જવા બહાર નીકળવું પડે છે, પરિપત્રને કારણે તેનો કેસ બતાવેતો તંત્ર રોકતું નથી. પણ છતાંય કોઇને લેવા જવા મુશ્કેલી પડતી હોય તો તેમણે ૧૦૯૭ અથવા વોટ્સએપ નંબર ૯૧ ૭૦૬૯૧ ૧૧૦૧, ૯૫૫૮૮ ૨૫૭૦૨ ઉપર સંપર્ક કરશો તો તમને દવા પહોંચાડી અપાશે.

બધા જ જીલ્લાના પોઝીટીવ નેટવર્ક પણ આ બાબતે સતત કાર્યશીલ છે, જેથી તેમની મુશ્કેલી દૂર થઇ ગઇ છે છતાં કોઇપણ એચ.આઇ.વી. વાહકને દવા બાબતે મુશ્કેલી હોય તો ટ્રોલ ફિ નંબર ૧૦૯૭ ઉપર ફોન કરવા જણાવાયું છે.

એચ.આઇ.વી.ના વાહકોને આ દવા જીવનભર લેવાની હોય છે. દર માસે તેને સિવિલમાં નિયત વ્યવસ્થા મુજબ લેવા જવાનું હોય છે. હાલ ગુજરાતનાં તમામ જીલ્લા તાલુકા લેવલે આવા એ.આર.ટી. સેન્ટરો કાર્યરત છે જેથી વાહકોને દવા બાબતે મુશ્કેલી પડતી નથી.

આજે એચ.આઇ.વી. એઇડ્સના વાહકો તંદુરસ્ત અને લાંબુ આયુષ્ય ભોગવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.