Abtak Media Google News

શંકાસ્પદ મુસાફરો ધ્યાનમાં આવે તો તંત્રનું ધ્યાન દોરવા તાકીદ: જિલ્લા કલેકટરની ટ્રાવેલ્સ ઓપરેટર્સ સાથે બેઠક

હાલ વિશ્વમાં અને દેશમાં પ્રવર્તી  રહેલી કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજકોટ જિલ્લામાં કોરોના વાઈરસનો ફેલાવો ન થાય. તે માટે રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા વિવિધ સ્તરે તકેદારીના પગલાંઓ લેવા આવી રહ્યા છે. કોરોના વાયરસનો ફેલાવો શ્વાસોશ્વાસ દ્વારા ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્ક થી થતો હોય છે.

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને કોરોના વાયરસના સંદર્ભે અગમચેતી- સાવચેતી અને તકેદારી રાખવા માટે વ્યાપક જનજાગૃતિ કેળવવા વિવિધ સમાજના આગેવાનો અને ટ્રાવેલ્સ ઓપરેટરોના પ્રતિનિધિઓ સાથે અલગ-અલગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટર રેમ્યા મોહને કોરોના વાયરસની ગંભીરતા સમજાવીને જણાવ્યું હતું કે, પરિવાર કે સમાજમાં કોઈને કોરોના વાયરસના શંકાસ્પદ ચિહ્નો  દેખાય તો તાત્કાલિક ડોક્ટરોનો સંપર્ક કરીને સારવાર લેવાનું શરૂ કરવું જોઈએ. તમારા પરિવાર કે સમાજમાં કોરોના વાયરસના ચિન્હ ધરાવતા શંકાસ્પદ દર્દીઓ જોવા મળે તો તેને છુપાવવાને બદલે તંત્રને જાણ કરીને ડોક્ટરો પાસે તમારી સારવાર લેશો. કોરોના વાયરસના સંદર્ભે સિનિયર સિટીઝન વ્યક્તિઓતેમજ બીમાર વ્યક્તિઓ એ ખાસ કાળજી લેવાની આવશ્યકતા છે. મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેવા સામાજિક પ્રસંગો મોકુફ રાખવા જોઇએ.ટ્રાવેલ્સ ઓપરેટર્સને દરેક ટ્રીપ દીઠ બસની ખાસ સફાઈ કરવા અને બસમાંથી પડદા તથા કર્ટને દૂર કરવા જણાવવામાં આવ્યું હતું. દેશ-વિદેશના શંકાસ્પદ રોગના મુસાફર જાણમાં આવે તો તંત્રને તાત્કાલીક જાણ કરવા સૂચના આપી હતી.આ ઉપરાંત બસના મુસાફરો પાસેથી આઈડી પ્રુફ લઈને તેમની દરરોજની યાદી બનાવીને બીજા દિવસે આર.ટી.ઓ. કચેરીને મુસાફરોની યાદી મોકલવા જણાવવામાં આવ્યું હતું. અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીએ કોરોના વાયરસ સંદર્ભમાં આરોગ્યતંત્ર દ્વારા કરવામાં આવી રહેલ કામગીરી ની વિગતો આપી હતી.

4. Thursday 2 4 E1584616817117

આ બેઠકો અધિક નિવાસી કલેકટર પરિમલ પંડ્યા, આર.ટી.ઓ. ઓફિસર પી.બી. લાઠીયા, ટ્રાવેલ્સ ઓપરેટર્સના પ્રતિનિધિઓ, જૈન સમાજ, દાઉદી વ્હોરા સમાજ, કડીયા સમાજ, લોહાણા સમાજ, બ્રહ્મસમાજ, વિશ્વકર્મા સમાજ, નાગર સમાજ, ગુર્જર, પ્રજાપતિ અગ્રવાલ સમાજ અને સોની સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

નોવેલ કોરોના વાયરસથી બચવાની જરૂરી સુચના આપતા કલેકટર

વિશ્વના દેશોમાં ફેલાયેલ કોરોના વાયરસની અસરને કારણે અનેક લોકોના મૃત્યુ  નોધાયેલા છે. તેવા સમયે જિલ્લાવાસીઓ અને ખાસ કરીને સિનિયર સીટીઝનોને આ રોગથી સાવચેત રહેવા જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહને અપીલ કરી છે.

તેમણે જણાવ્યું છે કે સિનિયર સીટીઝનો અને વિશેષ કરીને ડાયાબીટીઝ, હાઇપર ટેંશન, અસ્થમા વગેરે જેવી બીમારી હોય તેઓએ ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું. અનિવાર્ય સંજોગે સીવાય બહારગામ જવાનું ટાળવું, અન્ય વ્યક્તિને મળતી વખતે હાથ ન મીલાવતા નમસ્તે મુદ્રામાં અભિવાદન કરવું. બીનજરૂરી હોસ્પિટલની મુલાકાત ટાળવી. શરદી, ખાંસી, તાવ, ઉધરસના સંક્રમિત લોકોથી અંતર જાળવવું. 

આ તકે તેઓએ સમાજ અને પરિવારના હિતમાં જે કોઇપણ વ્યક્તિને ચેપ લાગ્યો હોય અને તેમને શરદી, તાવ, ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તેઓએ તેને ન છુપાવતાં તુર્તજ નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તપાસ /સારવાર લેવા તથા કોઇપણ વ્યક્તિઓના સગા સંબંધીઓ અન્ય રાજય કે વિદેશમાંથી આવતા હોય તો તેની અચૂક જાણ જિલ્લા વહિવટીતંત્રને કરવા ભારપૂર્વક અનરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.