Abtak Media Google News

આપણી પ્રાચીન લોકસંસ્કૃતિ, લોકનૃત્ય, લોકકલા અને પરંપરાઓની જાળવણી કરવાની સાથે સાથે કલાકારોમાં પડેલી કલાને ઉજાગર કરવા ઉપરાંત પાંગરતી પ્રતિભાઓ તેમજ અપ્રચલિત કલાકારોને પ્લેટફોર્મ પુરુ પાડવા ‘અબતક’ ચેનલનો હંમેશા પ્રયાસ રહ્યો છે.

માતૃદ્રષ્ટિ પરિવારના બહેનોના કંઠે ગવાયેલા ગરબામાં શકિતની ભકિતનું દર્શન

જગત જનની જોગમાયા માં નવદુર્ગાના નવલા નોરતા દરમિયાન આદ્ય શકિતના ગુણાનુવાદમાં લીન થવા ‘બેઠા ગરબા’ પણ એક અનોખી ભકિત છે. આ પરંપરાનું જતન સાથે પ્રચાર-પ્રસાર કરવામાં મહિલાઓનો મુખ્ય ફાળો રહ્યો છે. અને મહિલાઓ દ્વારા ‘બેઠા ગરબા’ માં ગવાતા પ્રાચિન ગરબામાં જાણે કે માઇ ભકતોનો મા પ્રત્યે ના પ્રેમનો ધોધ વહેતો હોય તેવું વાતાવરણ જોવા મળતું હોય છે.શહેરના માતૃદ્રષ્ટિ પરિવારની મહિલાઓ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ‘બેઠા ગરબા’ ની પરંપરા જાળવવા અથાગ પ્રયાસો થઇ રહ્યા છે.

ત્યારે આ પરિવારની મહિલાઓ ધરાબેન મંકોડી, હેમાબેન માંકડ, સોનલબેન માંકડ, પરમેશ્ર્વરીબેન ઢેબર, પ્રિતીબેન વૈષ્ણવ, ઉષાબેન જીકાર, મંજરીબેન વસાવડાના કંઠે ગવાયેલા ગરબા આવતીકાલે મંગળવારે સવારે 8.30 કલાકે ‘અબતક’ ચેનલના આદ્યશકિતના બેઠા ગરબા કાર્યક્રમમાં રજુ થશે જેનું પુન:પ્રસારણ સાંજે 6.30 કલાકે પ્રસારીત થશે.તો આવો ‘માતૃ દ્રષ્ટિ પરિવાર ’ ની બહેનો ના બેઠા ગરબા દ્વારા શકિતની ભકિતમાં લીન થઇએ. ભૂલાય નહી હો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.