Abtak Media Google News

Table of Contents

શાળાને જ્ઞાન મંદિર કહેવાય છે અને એટલે જ તેનો પ્રારંભ ‘પ્રાર્થના’ થી થાય છે. મંદિરની જેમ શાળાનું ઉત્સાહ ઉમંગ અને પવિત્રતા સભર વાતાવરણ ટબુકડા બાળકોની ખરા અર્થમાં ખીલવલી કરે છે. એકાગ્રતા જેવી મોટી વાત માત્ર પ્રાર્થના જ સિઘ્ધ કરી શકે છે. બાળકોમાં રહેલી વિવિધ કલાઓને ઉજાગર કરવા અને સાથે ભાઇચારો, સમય પાલન, લીડર શીપ, આયોજન બઘ્ધ જેવા ઘણા ગુણો માત્ર શાળાની સમુહ પ્રાર્થનાથી જ મળે છે. આજના યુગમાં સમુહ પ્રાર્થના લુપ્ત થઇ જતાં આવા બધા ગુણોનાં છાત્રોમાં વિકાસ જોવા મળતો હતો. પોતાની મુશ્કેલી કે જરૂરીયાત વાત પણ નાનું બાળક કોઇને કોઇને કહી શકતો નથી. પ્રાર્થના બાળકના અંતર મનનો અંતર્યામી સાથે જોડતો સંવાદ છે.

મંદિર તારૂ વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે.શાળા પ્રારંભે સમુહમાં ગવાની પ્રાર્થનામાં એક સંવાદિતા જોવા મળે છે. બધા જ બાળકોને બધા જ દિવસની પ્રાર્થના મોટે આવડતી હતી.જુની શાળાની પ્રાર્થનાનો સંબંધ મન સાથે જોડાયેલો હતોબાલસભામાં શનિવારે બાળકો ખીલી ઉઠતાં પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. આદીકાળથી આપણે સૌ સવાર-સાંજ આપણા ઘરમાં કે નજીકના મંદિરે કરતા આવ્યા છીએ. નાના ગામડામાં પાદરમાં મંદિરે સવાર-સાંજ થતી પ્રાર્થના-આરતી તન-મનમાં ઉત્સાહ ભરી દે છે. આરતી ટાણે વાગતી ઝાલરના લય બઘ્ધ ઝણકારને કારણે આપણે એ સમયને ઝાલર ટાળું કહીએ છીએ.

બાળકોમાં રહેલ આંતરિક કલા, મૌલિકતા, રજુઆત કૌશલ્ય, ગીત-સંગીત દ્વારા અને સુમધુર અવાજની વારંવાર રજુઆતથી કલાકારો પેદા થતાં હતા: સમુહ પ્રાર્થના બાળકોમાં સંર્વાગી વિકાસનો એક મહત્વનો ભાગ ગણાય

શાળામાં સદીઓથી પ્રારંભે સુંદર સ્વરમાં સૌ બાળકો પ્રાર્થના કરીને સરસ્વતી દેવીની અર્ચના, આરાધના કરે છે. તમામ શાળા સ્ટાફ મોટા ફળીયા કે હોલમાં બાળકો સાથે જ નીચે બેસીને લય બઘ્ધ પ્રાર્થના ગાતા હોય ત્યારે રસ્તે નિકળતા માનવી પણ ઇશ્ર્વરને યાદ કરવા લાગતો હતો. શાળા દુનિયામાં એક જ સ્થળ એવું હશે કે જયાં વિદ્યાવર્ગ પ્રારંભે ઇશ્ર્વરની વંદના થતી હોય, બાકી સરકારી ઓફિસમાં પ્રારંભે કયારેય પાર્થનાં થતી નથી ,ત્યાં ફાઇલો હોય ને શાળામાં જીવતી ફાઇલો હોય ફરક માત્ર એટલો જ

સાવ ટબુકડુ બાળક કે જેને હજી લખતા કે વાંચતા આવડતું નથી, તે પણ પ્રાર્થના તો મોઢે જ ગાય છે. સ્થિરતા, એક્રાગતા, લય બઘ્ધતાં શિસ્ત વિગેરે તમામ ગુણો શાળાની પ્રાર્થનામાં જોવા મળે છે. આજે તો શાળામાં પણ નાનકડી જગ્યા હોવાથી સૌ પોતાના વર્ગોમાં માઇક ઉપર વાગતી પ્રાર્થના ગાતા જોવા મળે છે. સમુહ પ્રાર્થનાનો અનેરો આનંદ હોય છે. ખરા હ્રદથી થતું તમામ કાર્ય શ્રેષ્ઠત્તમ હોય છે તેથી જ બચપણની આપણી શાળાની પ્રાર્થના આજે પણ યાદ આવે છે ને જયારે મોકો મળે ત્યારે ગાઇએ પણ છીએ.

આજે તો શાળામાં સમુહ પ્રાર્થના થાય તેવડો  હોલ કે ગ્રાઉન્ડ જ ન હોવાથી બાળકોનો વિકાસ રૂંધાય ગયો છે, જે સ્ટેજ બાળકને નાનપણથી મળતું તે આજે મળતું જ નથી

સોમથી શનિવાર સુધીની સાતેય દિવસની અલગ પ્રાર્થના શનિવારે તો તેની સાથે બાલસભા યોજાય જેમાં બાળકો ગીતો વાર્તા પ્રેરક પ્રસંગો નાટકો, અભિનય ગીતો, બાળગીતો રજુ કરતા ત્યારે તો બધા ને આનંદોત્સવ થઇ જતો, મોટા સાહેબના ભાષણમાં બહુ જાણવા મળતું ને અલક મલકની વાતો સાંભળવા મળતી હતી.

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વસ્યા કરે,શુભ થાઓ આ સફળ વિશ્ર્વનું એવી ભાવના નિત્ય રહે આવા સુંદર શબ્દો સાથે શાળા જીવનમાં જ વેલ્યુબેઝ એજયુકેશન પ્રાર્થનામાં જ બાળકોને મળી જતું, સમુહ સ્વરનો નાદ ઇશ્ર્વરી વંદના સાથે ભળીને ધરતી પર સ્વર્ગ ખડું થાય તેવું વાતાવરણ નિર્માણ એ સમયે થઇ જતું.

આજે ઘણા વર્ષો પછી પણ આપણને શાળા પ્રાર્થનાનું સ્મરણ થાય છે: સાત વારની અલગ અલગ સાત પ્રાર્થના આજે પણ યાદ છે: શાળાના આવા વાતાવરણને કારણે જ બાળક એક સારો નાગરીક, શ્રોતા, વકતા, વાચક, વિચારક, સમાન સુધારક કે એક સારો અધિકારી બનતો હતો

નાનકડા નિર્દોષ વિદ્યાર્થીની સમુહમાં હાર્મનીમાં અંતરનો પોકાર જોવા મળતો હતો. છાત્રોની તમામ નરસી વાત ઓગળીને તે ઇશ્ર્વરને શરણે જાય તે જ સાચી પ્રાર્થના શાળાની પ્રાર્થનામાં બાળકોનો મનનો ભાવ સાથે શ્રઘ્ધા જોડાતા કઠિન કાર્યો પણ સરળ બની જતાં . જાુના જમાનાની શાળા પ્રાર્થનામાં કોઇ નિતિ-નિયમો ન હતા તેથી જ તે સાચી અર્ચના આરાધના હતી. મહાત્મા ગાંધીજીએ પણ પ્રાર્થનાને વિશેષ મહત્વ આપ્યું છે. ઇશ્ર્વર પ્રત્યેની અખુટ શ્રઘ્ધા સાથે લીન થઇ જવાની ઘટના એટલે પ્રાર્થના ઓ ઇશ્ર્વર ભજીએ તને, મોટું છે તું જ નામ,ગુણતારા નિત ગાઇએ, થાય અમારા કામઆવી તો અનેક પ્રાર્થના આજે પાંચ કે છ દાયકા બાદ હજી યાદ છે, તેનું કારણ એક માત્ર ત્યારની એકાગ્રતા બાળકો પ્રાર્થના ગાતા હોય ત્યારે પરમાત્માના પરમ તત્વનો સાક્ષાત્કાર થતો જોવા મળતો હતો. આયુર્વેદના ચરક સંહિતા જેવા ગ્રંથોમાં પણ પ્રાર્થનાને શરીરના આરોગ્ય માટે જડીબુટ્ટી કહ્યું છે. લગભગ બધા ધર્મોમાં પ્રાર્થના- ભજનો છે જે તેનો પુરાવો છે. દુનિયામાં કોઇ ધર્મ એવો નથી કે જયાંની કોઇની કોઇ પ્રાર્થના ન થતી હોય.

શાળાની પ્રાર્થના, અંતર મનને અંતર્યામી સાથે જોડતો સંવાદ

પ્રાર્થનાનો સામાન્ય અર્થ ભકિત ભાવ પૂર્વક કરેલું ઇશ્ર્વરનું સ્મરણ આપણાં દેશમાં પ્રાર્થનાનું જેટલું વૈવિઘ્ય છે તેટલું દુનિયાના કોઇ પણ દેશોમાં નથી. સવારે જાગતાની સાથે જ કરાગ્રે વસ્તે લક્ષ્મી થી આપણી પ્રાર્થના શરુ થઇ જાય છે. વિતેલા વર્ષોના શિક્ષણના બાળકોના પુસ્તકોમા: પણ ભગવાનનો ફોટા કે વિદ્યા ના પર્ણો જોવા મળતા, કયારેક તો મોર પિચ્છ પણ રાખતા, એ દિવસો યાદ-આવે ને આપણે સૌ ફરી બાળક બની જવા થનગની ઉઠીએ છીએ.હૈ શારદે માઁ રામ રાખે તેમ રહીએ. મંદિર તારૂ વિશ્વ રૂપાળુ આના જેવી ઘણી પ્રાર્થનઓ ના શબ્દો વાંચતા આપણે ભૂતકાળમાં ખોવાયને તમામ ભાઇબંધો, સાહેબો સાથે શાળાની તમામ દિવાલોને યાદ કરવા લાગીએ છીએ  શાળાની પ્રાર્થનાઓ સાથે એક અનોખી લાગણીનો સેતું સદાય જોડાયેલો જ રહેશે. સૌથી શ્રેષ્ઠ બાબત તો એ હતી કે બધી જ પ્રાર્થનાઓ આપણને ગમતી હતી. કદાચ એ ગાળાની સાચા દિલથી કરેલી પ્રાર્થનાને કારણે જ બધુ જ આવડી જતું હતું. ને ભણતર સાથે ગણતર લઇને આજે આપણે સુખી છીએ.

મંદિર તારૂ વિશ્ર્વ રૂપાળુ સુંદર સર્જન હારા રે અને સત્ય અહિંસા ચોરી ન કરવી જેવી પ્રાર્થના આપણને સદૈવ યાદ રહેશે. કોઇ લૌટા દે, મેરે બીતે હુએ દિન  શાળાઓમાં સદીઓથી પ્રારંભ પ્રાર્થનાના સુંદર સ્વરથી થાય છે શાળા પ્રારંભે સરસ્વતી દેવીની અર્ચના, આરાધનાથી શાળા પ્રારંભ આપણા દેશમાં સદીઓથી ચાલી આવતી પરંપરા છે. લખતાં વાંચતા ન આવડતું હોય તેવું સાવનાનું બાળક પ્રાર્થના તો આખી મોઢે જ બોલતો હોય છે. પ્રાર્થના આત્માનો, ખોરાક છે. સોમવારથી શનિવાર સુધીના તમામ દિવસની અલગ અલગ પ્રાર્થના હોય છે. પ્રાર્થના સભામાં જ બાળગીતો, અભિનય ગીતો, પ્રેરક પ્રસંગ સાથે મોટા સાહેબની વાતોમાં દરરોજ નવું શીખવા મળે છે.

જીવન મુલ્ય શિક્ષણ સાથે વિવિધ સંસ્કારોનું સિંચન અને શિસ્ત જેવી ઘણી વસ્તુ છાત્રોને શીખવા મળે છે.કરાગ્રે વસ્તે લક્ષ્મી પ્રાર્થનાનો સામાન્ય અર્થ ભકિત ભાવપૂર્વક કરેલું ઇશ્ર્વરનું સ્મરણ આપણાં દેશમાં પ્રાર્થનાનું જેટલું વૈવિઘ્ય છે તેટલું દુનિયાના કોઇપણ દેશોમાં નથી. સવારે જાગતાની સાથે જ કરાગ્રે વસ્તે લક્ષ્મી થી જ આપણી પ્રાર્થના શરુ થઇ જાય છે. એક જમાનામાં તો બાળકોના પુસ્તકોમાં ભગવાનના ફોટા- વિદ્યાના પર્ણો કે મોર પિચ્છ પણ જોવા મળતા હતા. આજે પણ જાુની પ્રાર્થના સાંભળીયે  એટલે જ તરતજ આપણાં જુના દિવસોને શાળા યાદ આવી જાય છે. કારણ કે તે તમામ સંસ્મરણો આપણા આત્મા સાથે જોડાયેલા હતા. શાળાની પ્રાર્થના સાથે દરેક છાત્રોનો અનોખો લાગણીનો સેતુ સદાય જોડાયેલો હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.