Abtak Media Google News

પરીક્ષાના પ્રથમ દિવસે એક પણ કોપી કેસ ન નોંધાયો સરકારની એસઓપી મુજબ પરીક્ષા લેવામાં આવશે

એકબાજુ રાજ્યભરમાં કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો છે ત્યારે બીજીબાજુ આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જો કે, પરીક્ષા ખુબજ શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. આજે સવારથી પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી. બપોરબાદ પણ પરીક્ષા લેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ સવારના સેશનની પરીક્ષામાં એક પણ કોપી કેસ નોંધાયો નથી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક માત્ર છે કે જેના દ્વારા સૌથી ઝડપી ઓફલાઈન પરીક્ષા લેવામાં આવી રહી છે. આજે શરૂ થનારી પરીક્ષામાં 16000થી વધુ વિદ્યાર્થીએ 100થી વધુ કેન્દ્રો ઉપર પરીક્ષા આપી હતી. એમ.કોમ. એકસ્ટર્નલ સેમ-1, બીબી અને બી.કોમ સેમ-5ની પરીક્ષા યોજવામાં આવી છે. આ પરીક્ષા આગામી 10 દિવસ સુધી ચાલનાર છે. પરીક્ષા કેન્દ્રની બહાર કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને સેનેટાઈઝ કરી પરીક્ષા વર્ગખંડમાં પર સોશિયલ ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીને બેસાડી પરીક્ષા લેવામાં આવી હતી.

પરીક્ષામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે ગેરરીતિના કેસો ન થાય તે માટે 100થી વધુ કેન્દ્રો પર 79 જેટલો ઓબ્ઝર્વરોએ નિગરાની રાખી હતી. પરીક્ષા ખુબ જ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. બપોરબાદ બીબીએ અને બીકોમના વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.

એકબાજુ કોરોનાનો કહેર ફરી પાછો છવાયો છે ત્યારે બીજી બાજુ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે કોઈ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ ન થાય અને સરકારની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન થાય તે માટે યુનિવર્સિટીએ પરીક્ષા લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.