Abtak Media Google News

મેડિકલ અને પેરા મેડિકલની પરીક્ષા ૨૫મી જુલાઈથી અને પીજીની પરીક્ષા ૪ ઓગષ્ટથી શરૂ થશે

૫૦થી પણ વધુ કેન્દ્રો પર યુનિવર્સિટીના ૧૨,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

કોરોનાની મહામારીને પગલે દેશભરમાં યુનિવર્સિટી અને કોલેજોની પરીક્ષા લઈને અનેક તરીખો જાહેર કરવામાં આવી છે. જો કે, તાજેતરમાં જ કેન્દ્ર સરકાર અને યુજીસીએ છેલ્લા સેમેસ્ટર અને માસ્ટર ડિગ્રીની પરીક્ષા લેવાની મંજૂરી આપી છે. જેને પગલે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેડિકલ અને પેરા મેડિકલની પરીક્ષાનો ૨૫મી જુલાઈથી પ્રારંભ થશે. તેમજ યુજીની છેલ્લા સેમ.ની અને પીજીની પરીક્ષા ૪ ઓગષ્ટથી શરૂ થશે.

મળતી માહિતી મુજબ ૪ ઓગષ્ટના રોજ ઈંગ્લીશની પરીક્ષા લેવામાં આવશે. જેમાં ૧૩૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ ફિઝીલક એમ.ફીલની પણ ૪થી ઓગષ્ટથી પરીક્ષા લેવામાં આવશે. આ ઉપરાંત જનતા કફર્યુમાં બાકી રહી ગયેલી બીબીએ સેમ-૬ બીપીએ સેમ-૪-૬. બીઆરસી સેમ-૪-૬ અને બીજેએમસી સેમ-૨ની પરીક્ષા પાંચમી ઓગષ્ટથી લેવાશે. આ ઉપરાંત ૬ઠ્ઠી ઓગષ્ટે એમફીલ સેમ-૨ અને પીજીડીસીએ સેમ-૨ની પરીક્ષા લેવાશે. ૭મી ઓગષ્ટથી ડિપ્લોમા ઈન યોગા સેમ-૨, એમપીએડ સેમ-૪ અને એમએસસી ઓલ સેમ-૪ તેમજ એમએડ સેમ-૪ની પરીક્ષા લેવાશે. ૮મી ઓગષ્ટથી પીજીડીએમસી સેમ-૨, એમજેએમસી સેમ-૨-૪, એમબીએ બેન્કીંગ એન્ડ ફાયનાન્સ સેમ-૪, એમએ ઓલ સેમ-૪, એમકોમ સેમ-૪, એમએસસીએચએસ સેમ-૪, પીજીડીસીએચએમ સેમ-૨, એમએસડબલ્યુ સેમ-૪, બીએલઆઈબી સેમ-૨, એમએલઆઈબી સેમ-૨, એમએલડબલ્યુ સેમ-૪ની પરીક્ષા લેવાશે.  ૧૦મી ઓગષ્ટથી એમએએચએસ સેમ-૪, બીએઆઈડી સેમ-૬ની પરીક્ષા લેવાશે અને ૧૮મી ઓગષ્ટથી સેમબીએસ સેમ-૪ની પરીક્ષા યોજાશે.

આ ઉપરાંત ફસ્ટ યર બી.ડી.એસ.ની પરીક્ષા ૨૭મી જુલાઈ, સેક્ધડ યર બી.ડી.એસ. ૧૭ ઓગષ્ટ, થર્ડ યર બી.ડી.એસ. ૧૭ ઓગષ્ટ, ફોર્થ યર બી.ડી.એસ. ૨૭ જુલાઈ, સેક્ધડ યર બી.ડી.એસ. ૨૫ જુલાઈ, થર્ડ યર એમ.બી.બી.એસ. પાર્ટ-૧ ૪ ઓગષ્ટ, થર્ડ યર એમ.બી. બી.એસ. પાર્ટ-૨ ૨૮ જુલાઈ, એમ.પી.ટી. ૨૫ જુલાઈ, એમ. ડી. ૨૫ જુલાઈ, પીજી મેડિકલ ૨૫ જુલાઈ, એમ.એસ. ૨૫ જુલાઈ અને ફોર્થ યર બી.એચ. એમ.એસ.ની પરીક્ષા પણ ૨૫મી જુલાઈથી લેવાશે.  મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા ૫૦થી પણ વધુ કેન્દ્રોમાં લેવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ પોતાના મનપસંદ કેન્દ્ર પર પરીક્ષા આપી શકે અને કોરોનાની મહામારીને લઈ વિદ્યાર્થીઓને દૂર સુધી ધક્કા ન ખાવા પડે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અગાઉ બે વાર પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી હતી. જો કે, કોરોનાની મહામારી વચ્ચે બન્ને વખત પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી અને હવે જ્યારે યુજીસીએ સત્તાવાર પરીપત્ર જાહેર કર્યો છે અને દેશભરની કોલેજો અને યુનિવર્સિટીઓમાં છેલ્લા સેમની પરીક્ષા લેવા માટે મંજૂરી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.