Abtak Media Google News

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ગેસ કંપનીઓ દ્વારા આજે 19 કિલોની ક્ષમતાના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 21 રૂપીયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જો કે 14.2 કિલોનું વજન ધરાવતા ઘરેલુ રાંધણ ગેસની કિંમતમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થતા બહારની ખાદ્ય સામગ્રીના ભાવમાં વધારો થાય તેવી દહેશત જણાય રહી છે.  ગેસ કંપનીઓ દ્વારા દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે. આજે 1 ડિસેમ્બરથી અમલમાં આવે તે રિતે ગેસ કંપનીઓ દ્વારા 19 કિલોનું વજન ધરાવતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂા.21નો ભાવ વધારો કરવામાં આવ્યો છે.

14.2 કિલોના ઘરેલું રાંધણ ગેસના ભાવમાં કોઇ ફેરફાર નહી

અત્યાર સુધી 1775.50 રૂપીયામાં મળતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના હવેથી રૂ.1796.50 ચૂકવવા પડશે. જો કે બધા રાજ્યમાં અલગ-અલગ ભાવ હોય છે.  બીજી તરફ 14.2 કિલોના સબસિડીવાળા ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ સ્વાર્થ પૂરો થઇ જતા કેન્દ્ર સરકાર હસ્તકની ગેસ એજન્સીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. જો કે ઘરેલું ગેસના ભાવમાં વધારો ન કરવામાં આવતા ગૃહિણીઓને રાહત મળી છે.

કોમર્શિયલ ગેસના બાટલામાં ભાવ વધારો થતા હવે આગામી દિવસોમાં હોટલ-રેસ્ટોરન્ટ કે ફૂડ સ્ટ્રીટમાં વેચાતી વિવિધ ખાદ્ય સામગ્રીના ભાવમાં વધારો થવાની પ્રબળ સંભાવના જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.