Abtak Media Google News

સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં સૌપ્રથમ વખત

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ સામેના કેસની પ્રથમ સુનાવણી શુક્રવારથી શરૂ થશે

કેસના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ પર એક મહિલા દ્વારા લગાવવામાં આવેલા યોન શોષણના આક્ષેપોને લઇને શનિવારે સુપ્રિમ કોર્ટમાં વિશેષ સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયમુર્તિએ પોતાનાપર લગાવાયેલા આક્ષેપોને બેબુનિયાદ ગણાવી જણાવ્યું હતું કે મને એવું નથીલાગતું કે આવા આક્ષેપો ના બચાવ માટે મારે આટલું બધુ નીચે ઉતરવું જોઇએ.

Advertisement

રંજન ગોગોઇએ કહ્યું હતું કે, સમગ્ર ન્યાયતંત્ર મોટા જોખમમાં છે. આવતા અઠવાડીયે મહત્વ પૂર્ણ કેસોમાં સુનાવણી થવાની છે. એટલે જાણી જોઇને આવા આરોપ લગાવવામાં આવ્યા છે. ત્રણ ન્યાયમૂર્તિઓની ખંડપીઠમાં ન્યાયમૂર્તિ એસએસ બોલડેએ મુખ્ય ન્યાયમૂર્તિરંજન ગોગોઇ સામેના કેસો પડતા મુકવાની હિમાયત કરી હતી અને ન્યાયમૂર્તિ બોબડેની ખંડપીઠે મંગળવારે સંજીવ કલગાંવકર સુપ્રિમ કોર્ટના સચિવ સામે એક નોટીસ ઇસ્યુ કરીને આ ફરીયાદને લઇને શુક્રવારે થનાર સુનાવણીમાં ઉ૫સ્થિત રહેવા જણાવાયું છે.

દેશના ન્યાયતંત્રના ૬૦ વર્ષના ઈતિહાસમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ  સામે મહીલા કર્મચારી દ્વરા જાતીય સતામણીનો આ પ્રથમ મામલાની તપાસ માટે સુપ્રિમ કોર્ટના ત્રણ મુખ્ય ન્યાયમૂતિઓની નિમણુંક કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ બોલડે સીજેઆઇ પછી સિન્યુરીટીમાં બીજા નંબરે છે. અને તે ૧૬ નવેમ્બરે તેમનો પદભાર સંભાવવા જળ રહ્યા છે. ત્યારે જસ્ટીશ એપ્રિલ ૨૪-૪-૨૦૨૧ ના રોજ નિવૃત્તિ બાદ ન્યાયમૂર્તિ બેનર્જીને ઓડાસ્ટની ૭મી તારીખે નિમણુંક કરવામાં આવી હતી.

જસ્ટીસ બોબડેને મુખ્ય ન્યાયમૂર્તિ ગોગોઇના કેસમાં નિયુકત કરવામાં આવ્યા છે. સુપ્રિમ કોર્ટ બાર એસોસીએશન અને ધારાશાસ્ત્રીઓની સમિતિઓએ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ન્યાયમૂર્તિ બોબડે અને રામાજાને આ તપાસ સોંપવામાં આવી છે. જો કે આ બન્ને ન્યાયમૂર્તિઓએ આ કેસમાં કોઇ જ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. મુખ્ય ન્યાયમૂતિ રંજન ગોગોઇ સામેના કેસ ની પ્રથમ સુનાવણી શુક્રવારથી શરુ થનાર છે. ત્યારે ૧૦ મેથી પડનારું ઉનાળુ વેકેશન પહેલા તપાસ સમીતી આ કેસમાં પુરાવાઓની કામગીરી આટોપી લેવા તૈયાર થઇ છે.

મહિલા ઉત્પીઠડનનો આક્ષેપોના સામનો કરી રહેલા મુખ્ય ન્યાયમૂર્તિએ કોર્ટ સમક્ષ એવો ભય વ્યકત કર્યો હતો કે ન્યાય તંત્રની સ્વાયતાને ઘ્વંશ કરવા એક ખુબ માટે શકિતશાળી પરિબળ આ કાવતરુ પાર પાડવા કામે લાગી ગયું છે. ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા અને સંજીવ ખન્નાએ શનિવાર દેશના માઘ્યમો ને ફરીથી વિનંતી કરી હતી કે આ મામલે સંયમ જાળવે અને ૨૦૧૧ થી આક્ષેપ કરનાર મહિલાનો ગુનાહિત ભુતકાળ પણ ઘ્યાને લે

ન્યાયમૂર્તિ બોબડેએ આ અંગે નિમેલી તપાસ સમીતીમાં અરુણ મિશ્રા, આરએફ નરિમાન અને દિપક ગુપ્તાંને આ કેસમાં સુવો મોટો નોટિસ અને ન્યાયમૂર્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોચાડવા માટે સક્રિય થઇ ગયેલી ટોળકી સામે કાયદેસરની માંગતા તપાસનો આદેશ આપ્યા છે.

૧ર નવેમ્બરે ૨૦૧૩ ના દિવસે સુપ્રિમ કોર્ટે મુખ્ય ન્યાયમૂતિ કક્ષાના જવાબદારો સામેના આક્ષેપોની તપાસ માટે ત્રણ ન્યાયધીશો આર.એમ. લોઢા એચ.એલ. દત્તુ અને રંજન પ્રકાશની નિમણુંક કરવામાં આવી હતી. પૂર્વ ન્યાયમૂર્તિ ગાંગુલી સામે આ સમીતીએ નવેમ્બરે ૨૦૧૩ ના રોજ આપેલા અહેવાલમાં આક્ષેપોમાં સત્ય હોવાના રિપોર્ટ આપ્યા હતા. આ પેનલ સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સામે નથી ધરાવતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.