Abtak Media Google News

રમજાન ઈદ એટલે ઈદ-ઉલ-ફિત્ર, સુપાત્રને ખેરાત આપવાની સાવચેતી સાથે જ ઈદનું મહત્વ

ઈસ્લામ ધર્મમાં અતિ પવિત્ર અને આધ્યાત્મિક ઇબાદતના મહિના રમજાન મહિનામાં આ વર્ષે પૂરા ત્રીસ રોજા થવા પામ્યા છે આજે રમજાનના અંતિમ દિવસ બાદ આવતીકાલે મંગળવારે સૌરાષ્ટ્ર ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ઈદની ઉજવણી નિશ્ચિત બની છે. સદાચાર આધ્યાત્મ કોમી એકતા ભાઈ સારા અને માનવતાના ઉમદા સંદેશા સાથે ઉજવવામાં આવતા રમજાન બાદ આવતીકાલે મંગળવારે સમગ્ર દેશમાં ઈદની ઉજવણી ની જાહેરાત ફતેપુરી મસ્જિદ ના ઇમામ  મુકમ અહેમદ કરી હતી રુહી લાલ કમિટી એ નવીદિલ્હી પશ્ચિમ બંગાળ બિહાર ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગઈકાલે ઈદના ચાંદની ખરાઇ કરી હતી પરંતુ રવિવારે ક્યાંય ચંદ્ર દર્શન ની ગવાહી ન મળતા સોમવારે અંતિમ રોઝા રાખવાનો નિર્ણય કર્યો હતો મગજ ચાંદ કમિટી ના ખાલી દર્શિત ફિરંગી લિએ સમગ્ર દેશમાં 3જી મેના મંગળવારના રોજ ઈદની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી છેલ્લા બે વર્ષોથી મુસ્લિમ સમાજ દ્વારા કોરોના ના કારણે રમજાન અને ઈદની ઉજવણી સાદાઈથી કરતા હતા આ વર્ષે કોરોના પ્રતિબંધ બાદ સમગ્ર દેશમાં ઉલ્લાસમય વાતાવરણમાં ઈદની ઉજવણી કરવામાં આવશે ગુજરાતના અમદાવાદ અને સૌરાષ્ટ્રના રાજકોટ ભાવનગર જામનગર જુનાગઢ વેરાવળ માંગરોળ ધોરાજી ઉપલેટા સહિતના મુસ્લિમ વસ્તી વાળા વિસ્તારોમાં સવારે કુતબાની નમાજ અને ઠેર-ઠેર મિલનના આયોજનો કરવામાં આવ્યા છે.

રમજાન ઈદ એટલે ઈદ-ઉલ-ફિત્ર…

ઇસ્લામમાં રમજાન ઈદ નું અનોખું મહત્વ રહેલું છે ત્રીસ દિવસના રોજા અનેઈબાદત બાદ રમજાન ઈદની ઉજવણી કરવામાં આવે છે રમઝાન ઇદને ઈદ-ઉલ-ફિત્ર કહે છે આ દિવસે સુપાત્રને દાન ખેરાત “ફિત્રા” નું મહત્વ હોય છે દરેક વ્યક્તિએ ઈદની નમાઝ પછી નિશ્ચિત વજનનું અનાજ જરૂરિયાત મંદ સુપાત્ર ને આપવાની ફરજ અને આ ફીત્ર યોગ્ય પાત્ર જરૂરિયાત મંદ ને જ આપવાની સાવચેતી સાથે દાન કરવા નો હુકમ માનવાનું હોય છે. રોઝા:ઇસ્લામની મૂળભૂત ફરજ માં નમાજ પછી રોજા રાખવાનું અલ્લાહનું ફરમાન દરેક મુસ્લિમ માટે ફરજ બને છે નવ વર્ષની દીકરી અને 15વર્ષના દીકરાને રોજા ફરજ થાય છે તંદુરસ્ત હાલતમાં આજીવન રોજા ફરજ હોય છે બાળકો પોતાની ઈચ્છા અને ધર્માનુરાગી થી રોજા રાખી શકે તેમના પર દબાણ કે ફરજ ન પાડી શકાય.

ઇદની ઉજવણીમાં ચાંદનું મહત્વ: વિશ્વભરમાં ઇસ્લામિક કેલેન્ડર ચંદ્ર મુજબ ચાલે છે રમજાન ઈદ બીજનું ચાંદ દેખાયા પછીના દિવસે ઉજવવામાં આવે છે ચાંદ કમિટી અને સરીયદ કમિટી તેનું નિર્દેશન કરે છે પરંતુ પ્રાદેશિક ધોરણે ચાંદ દેખાયા પછી ઈદ ઉજવાય છે આ વર્ષે 30 રોજા પૂર્ણ થયા બાદ આવતીકાલે ઈદ ઉજવવાનું નક્કી થયું છે ક્યારેક 29 દિવસે પણ ચંદ્ર દર્શન થાય છે પરંતુ ક્યારેય 31 રોજા થતા નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.