Abtak Media Google News

મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ લાખો રૂપિયાનો દારૂ પોલીસ પકડી પાડતી હોય છે. ત્યારે ફરી એક વખત પોલીસ દ્વારા હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલના રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો. વલસાડમાં દારૂની મહેફિલ પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા શહેરના PI સહિત મોટો કાફલો સ્થળ પર પોહચ્યો હતો અને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Screenshot 9 3

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના વલસાડ જીલ્લામાં આવેલી આદર્શ સોસાયટીની છે જ્યાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલના રંગમાં પોલીસએ ભંગ પાડ્યો હતો. વલસાડ પોલીસ દ્વારા દારૂની મહેફિલ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં શહેરના પી આઈ સહિત મોટો કાફલો સ્થળ પર પોહચ્યો હતો.સોસાયટીના મકાન નંબર 8 ના ટેરેશ પર ચાલતી દારૂની મેહફીલ માણતા 15 ઈસમો ઝડપાય હતા.

આ મહેફિલ માં વલસાડ માજી પાલિકા સભ્યના પતિ ને તેમજ ભાજપ ના હોદ્દેદારો અને નબીરાઓને જન્મદિવસની ઉજવણી કરવી ભારે પડી હતી. માજી પાલિકા સભ્યના પતિ અને મોટા ઘરના નબીરાઓ ઝડપાયા હતા..વલસાડ પોલીસએ રોકડ રકમ, દારૂની બોટલ, 20 થી વધુ મોબાઈલ ફોન સહિત 7 વાહનો મળી કુલ 25 લાખ થી વધુ નો મુદ્દામાલ જપ્ત કર્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.