Abtak Media Google News
  • આચાર સંહિતાની અમલવારીમાં તંત્રની ભેદી ઢીલ

ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ પડે છે. અને કોઈપણ રાજકીય મહાનુભાવોની તસવીરો કે રાજકીય પ્રતિક કોઈપણ સરકારી મિલકત પર કે સરકારી વાહનો પર લાગેલ હોવું ન જોઈએ અને લાગેલ હોય તો એ તાત્કાલિક કાઢી નાખવું પડે છે અથવા પડદો લગાડી દેવો પડે છે. રાજકોટ શહેર જિલ્લાના કેટલાક અધિકારીઓ શાસક પક્ષના આદેશથી સત્તાધીશોની સિધી દોરવણી હેઠળ કામ કરતા હોય એવું જણાય છે. અને મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન તેમજ કેબીનેટ મંત્રીઓની તસવીરો સાથેના હોડિંગ, બેનરો હટાવવામાં વિલંબ કરવામાં આવતા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખને મળેલી ફરિયાદમાં  રાજકોટના ઢેબર રોડ પરના એસટી બસપોર્ટ પર કે જ્યાં એસટી ની રોજબરોજ 1800 થી વધુ બસો અવરજવર કરે છે

આ તમામ બસોમાં વડાપ્રધાન મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની તસવીરો સાથેની જાહેરાતો બસો ની કંડકટર બાજુ, ડ્રાઇવરની સાઈડ અને બસની પાછળ લગાવવામાં આવેલ હતી. જે તમામ બસોમાં આદર્શ આચાર સહિતા નો ખુલ્લેઆમ ભંગ થતો હતો. જે પગલે પ્રમુખ અતુલ રાજાણીના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસની ફ્લાઈંગ સ્કવોડ દ્વારા વડાપ્રધાન મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી સાથેના લાગેલા એસટી બસ પરના પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા અને ચૂંટણી કમિશનરને અને ચૂંટણી કંટ્રોલરૂમમાં આ અંગે ફરિયાદ કરી રાજકોટ બસપોર્ટના કંટ્રોલરૂમમાં પણ લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ની બગલમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીની તસવીર સાથેનું મોટું હોડિંગ ઘર ઘર તિરંગા નું આચાર સહિતનો ખુલ્લેઆમ ભંગ થતો હોય જે અંગે ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરને અને કલેકટરના કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરવામાં આવી છે. જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ કચેરી ખાતે દિવાલ પર વડાપ્રધાન અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નું પોસ્ટર લગાવેલ હોય જે અંગે ફરિયાદ કરવામાં આવી છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં આચાર સહિતા નો ખુલ્લે આમ ઉલાળીયો કરવામાં આવતું હોય તેવું જણાય છે. શાસક પક્ષની ચમચાગીરી કરનારા કેટલાક અધિકારીઓ ફરિયાદ કરવા છતાં સમયસર ઉકેલ લાવતા ન હોવાને બદલે ઠેર ઠેર મુખ્યમંત્રી અને વડાપ્રધાન ની તસ્વીરો સાથે આદર્શ આચાર સહિતનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળે છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આવતા પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર (મેડિકલ સ્ટોર્સ) પર પ્રધાનમંત્રીની તસવીરો લાગેલી છે તે તમામ હટાવવા અંગે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન મેઘજીભાઈ રાઠોડ દ્વારા કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરવામાં આવી છે. તદ ઉપરાંત રાજકોટ શહેર અને જિલ્લાના પેટ્રોલ પંપ પર પ્રધાનમંત્રીની તસવીરો હટાવવા અંગે પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદોના અનુસંધાનમાં નોડલ અધિકારી દ્વારા તમામ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવા અંગેની સૂચનાઓ આપી દીધી હોવાનું જાણવા મળે છે અને તેમ છતાં આગામી આઠ કલાકમાં આ અંગે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો જોયા જેવી થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.