Abtak Media Google News

મોટી પાનેલી સીટના હર્ષાબેન ઝાલાવાડીયાએ  કોંગ્રેસના દબાણને  કારણે રાજીનામું આપ્યાની ચર્ચા

થોડાક સમય પહેલા યોજાયેલ તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સમયે મોટી પાનેલી સીટ બેઠક ઉપરથી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા સભ્ય ગેરહાજર  રહ્યાબાદ ગઈકાલે એકાએક રાજીનામું ધરી દેતા  રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો.

મોટીપાનેલી સીટ ઉપરથી ગત  સામાન્ય ચૂંટણીમાં તાલુકા પંચાયતના સભ્ય તરીકે  ચૂંટાયેલા હર્ષાબેન મનોજભાઈ ઝાલાવાડીયા કાલે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પોતાનું રાજીનામું ધરી દીધું હતુ. આ રાજીનામાં કારણ રાજીખુશીથી બતાવામાં આવેલ છે. પણ વાસ્તવિકતા  કાંઈક જુદી હોવાનું  જણાઈ રહ્યું છે.જાણવા મળતી માહિતી પ્રમાણે હર્ષાબેનને કોંગ્રેસ દ્વારા રાજીનામું આપવા માટે દબાણ  થયું હોવાનું  માહિતી મળેલ છે.

ગત તાલુકા પંચાયતની પ્રમુખ અને  ઉપપ્રમુખની ચૂંટણીમાં  કોંગ્રેસ પક્ષના કુલ ત્રણ સભ્યો ગેરહાજર રહેલા તેમાં એકમાત્ર હર્ષાબેન ઝાલાવાડીયા ઉપર રાજીનામાનું દબાણ કેમ આવ્યું જયારે અન્ય બે સભ્યો ઉપર કેમ કોઈ કાર્યવાહી કરી નહિ તેમજ અગાઉની ચૂંટણીમાં પણ ડુમીયાણી બેઠકના સભ્યએ ગદારી કરેલ આજે ત્રણ વર્ષા થયા છતા કોઈ પગલા કોંગ્રેસ દ્વારા  લેવામાં આવ્યા નથી તે લોકોમાં ચર્ચાનો વિષય છે.

હર્ષાબેન ઝાલાવાડીયા ઉપર કયા  કોંગ્રેસના આગેવાનનું દબાણ હતુ તે હર્ષાબેન મોઢુ ખોલે તો  ખબર પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.