Abtak Media Google News

રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પહેલા જેમણે કોંગ્રેસમાં વિધિવત્ પ્રવેશ કરાવીને ધારાસભ્ય બનાવ્યા હતા, તેવા અલ્પેશ ઠાકોરના બાગી તેવર બાદ કોંગ્રેસની આકરી કાર્યવાહી

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પોતાનું ધાર્યું કરાવવામાં નિષ્ફળ રહેલા રાધનપૂરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાની અવગણના મુદે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતુ પરંતુ વ્યૂહ રચનાના ભાગરૂપે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું ન હતુ જેથી કોંગ્રેસે તેમને ધારાસભ્ય પદેથી હટાવવા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પાસે રજૂઆત કરી હતી પરંતુ અધ્યક્ષ ત્રિવેદીએ કોંગ્રેસની રજૂઆતના લાંબા સમય બાદ પણ કોઈ કાર્યવાહી ન કરતા કોંગ્રેસે આખરી ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરીને અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદે હટાવવા માંગ કરી છે. આ રીટ બાદ ગુજરાત હાઈકોર્ટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રત્રિવેદી અને અલ્પેશ ઠાકોરને નોટીસ પાઠવી છે.

Advertisement

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ચીફ વ્હીપકાર અશ્ર્વિન કોટવાલે ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરીને કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવા માંગ કરી છે. કોટવાલની રીટ પર જસ્ટીસ એસ.આર. બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠાકરની બેંચે આ અંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને અલ્પેશ ઠાકોરને નોટીસ ફટકારીને આગામી ૨૭મી જૂને બીજી સુનાવણી યોજવાનો નિર્ણય કર્યો હતો. આ રીટમાં કોંગ્રેસ દ્વારા એવી રજૂઆત કરી છે કે કોંગ્રેસમાં રાજીનામું આપી દેનારા અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદે હટાવવા માટે પાર્ટી દ્વારા ૨૫ એપ્રીલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રજૂઆત કરી હતી. પાર્ટીના ચીફ વ્હીપકાર કોટવાલની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનોએ કરેલી આ રજૂઆત અંગે લાંબા સમય બાદ પણ વિધાનસભા અધ્યક્ષ ત્રિવેદીએ કોઈ જ નિર્ણય લીધો નથી તેવો આક્ષેપ આ રીટમાં કરીને કોંગ્રેસે રાજેન્દ્ર ત્રિવેદીને પણ પક્ષકાર તરીકે જોડયા છે. આ રીટમાં એવો પણ દાવો કર્યો છે. કે અલ્પેશ ઠાકોરે પાર્ટીને આપેલા રાજીનામામાં જણાવ્યું છે કે તેઓ તમામ હોદા પરથી રાજીનામું આપે છે. તેમાં ધારાસભ્યના હોદા પણ સમાવેશ થાય છે. જેથી તેમણે ધારાસભ્ય પદેથી પણ દૂર કરવા કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ પાસે માંગ કરી હતી.

પરંતુ, એપ્રીલ માસમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પાસે કોંગ્રેસ પાર્ટીએ કરેલી રજૂઆતના લાંબા સમય સુધી કોઈ જ નિર્ણય ન લેતા ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય માટે આ રીટ કરવી પડી હોવાનું આ રીટમાં જણાવાયું છે કે અત્રે ઉલ્લેખનીય છે કે રાજય વિધાનસભાની ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણી વખતે કોંગ્રેસે આગળ કરેલા ત્રણ યુવા નેતાઓમાં એક અલ્પેશ ઠાકોર હતા તેઓ ઠાકોર સેનાના માધ્યમથી ઉત્તર ગુજરાતનાં પ્રભાવશાળી ઠાકોર મતદારો પર વર્ચસ્વ ધરાવતા હોય તેમને રાહુલ ગાંધીએ પોતાના હાથે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પ્રવેશ અપાવીને રાધનપૂર બેઠકની ટીકીટ આપી હતી જે બાદ અતિ મહત્વાકાંક્ષી ગણાતા ઠાકોરને રાષ્ટ્રીય મંત્રી બનાવીને કોંગ્રેસે બિહારના સહપ્રભારી પણ બનાવ્યા હતા. પરંતુ લોકસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને ટીકીટ અપાતા ઠાકોરે કોંગ્રેસ સામે બળવો પોકારીને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતુ.

રાજ્યસભાની ચૂંટણીમાં વિદેશમંત્રી એસ. જયશંકર અને જુગલ ઠાકોર સામે કોંગ્રેસે ગૌરવ પંડયા અને ચંદ્રિકાબેન ચુડાસમાને મેદાનમાં ઉતાર્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીના રાજીનામાના કારણે ખાલી પડેલી ગુજરાતની રાજ્યસભાની ૨ બેઠકો માટે આગામી પાંચ જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની હોય આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના ઉમેદવારોએ વિધિવત રીતે શુભ વિજય મુહુર્તે ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે વિદેશમંત્રી એસ.જયશંકર અને પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી જુગલજી ઠાકોરને ટિકિટ આપી છે તો તેની સામે કોંગ્રેસે ગૌરવ પંડયા અને ચંદ્રીકાબેન ચુડાસમાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જો કે ચૂંટણીપંચ દ્વારા બે બેઠકો માટે એક જ દિવસમાં બે અલગ અલગ મતદાનની જાહેરાત કરી હોય. બન્ને બેઠકો ભાજપને ફાળે જાય તેવું હાલ લાગી રહ્યું છે. જો કે, કોંગ્રેસે બન્ને બેઠકોની ચૂંટણી એક સો યોજવા માટે સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરી છે જેની સુનાવણી ૨૬મી જુનના રોજ હા ધરાવાની છે. જો સુનાવણી કોંગ્રેસની તરફેણમાં આવશે તો ભાજપે ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક ગુમાવવી પડશે અને સુનાવણી ભાજપ તરફી આવશે તો કોંગ્રેસના બન્ને ઉમેદવારોની હાર નિશ્ચિત છે. આજે સવારે કોંગ્રેસે પોતાના બન્ને ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ગૌરવ પંડયા અને ચંદ્રીકાબેન ચુડાસમાએ આજે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. જ્યારે ભાજપના ઉમેદવાર વિદેશમંત્રી એસ.જયશંકર અને જુગલજી ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા સવારે ૧૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સો ઔપચારીક મુલાકાત કરી હતી. ત્યારબાદ બન્ને ઉમેદવારોએ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સો બપોરે ૧૨:૩૦ કલાકે એક પત્રકાર પરિષદને પણ સંબોધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.