Abtak Media Google News

દર્દીઓને શુઘ્ધ અને સાત્વિક ભોજન અને નાસ્તાની પૂરાતી સુવિધા

રાજકોટમાં છેલ્લા એક માસથી કોરોનાએ ભયંકર ભરડો લીધો છે. ત્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓને પરિવારથી દૂર રાખી સારવાર આપવામાં આવે છે. ત્યારે પરિવારજનોને સતત દર્દીની સારવાર અને ભોજનની ચિતા સતાવતી રહે છે. પરંતુ સૌરાષ્ટ્રમાં કોરોનામાં સારવાર માટે રહેલી સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડંગમાં દાખલ દર્દીઓને જલ્દીથી સ્વસ્થ કરવા માટે કોન્ટ્રાકટર એમ.જે. સોલંકી અને ડી.જી. સોલંકી સાથે તેમના પેટા કોન્ટાકટર પણ કોરોના વોરિયર્સ તરીકે આગળ આવ્યા છે.

કોરોનાની મહામારીમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓની આસપાસ સુવિધા તમામ કાર્યો કોન્ટ્રાકટર દ્વારા સચોટ અને સુઢોળ રીતે કરવામાં આવે છે. સારવાર લઇ રહેલા શુધ્ધ અને સાત્વિક ભોજન અને નાસ્તાની સાથે જો કોઇ દર્દી મધરાતે પણ ભુખ્યો થાય તો તેની જઠરાગ્ની કારવામાં કોન્ટાકટર સિહફાળો ભજવી રહ્યા છે.

કોરોનાથી ડરવાની નહીં પણ ધૈર્ય જાળવી હિંમતપૂર્વક આગળ આવી ત્વરીત સારવાર અને ડોકટરો દ્વારા આપવામાં આવતી દવાઓ, ઉકાળાઓ સાથે સાવચેતીના પગલારૂપે માસ્ક પહેરવું, સોશીયલ ડીસ્ટન્સીંગ જાળવવું, વારંવાર હાથ ધોવા વગેરે બાબતોનો ચુસ્ત અમલ કરવો જોઇએ. આ શબ્દો છે તાજેતરમાંજ કોરોનાને મ્હાત આપી સ્વાસ્થ્ય થનાર રાજકોટના સદગુરૂ કોલોની ખાતે રહેતા ૪૩ વર્ષીય હિરેનભાઇ હરીયાણીના…..

Civil Hospital 1

ગુજરાતમાં રાજય સરકારના માર્ગદર્શન તળે આરોગ્ય વિભાગના ડોકટરો, નર્સો, સફાઇ કામદારી માડીને તમામ લોકો દિવસ-રાત જોયા વિના કાર્યરત છે. એવા સમયે કોરોનાને મ્હાત આપી હાલમાં જ કોરોના મુકત બનેલા હિરેનભાઇ વધુમાં જણાવે છે કે કોરોના પોઝીટીવ આવતાં તાત્કાલીક સિવિલ કોવિડ-૧૯ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ થઇ ગયા હતા. કોવિડ-૧૯ હોસ્પિટલની માનવતાસભર સારવાર બાબતે જણાવતાં તેઓ કહે છે કે રાત્રે ૧૦-૦૦ કલાકે હું દાખલ થયો ત્યારે જમવાનો ટાઇમ ન હોવા છતાં મારે જમવાનું બાકી છે. તેની જાણ કરતાં જ તુરત જ મારા માટે જમવાની વ્યવસ કરાઇ હતી. તદઉપરાંત ડોકટરો અને નર્સ સહિતનો સ્ટાફ કોરોના દર્દીઓની સતત સારવારમાં ખડે પગે હતો. મને નિયમિત તપાસ અને દવાઓ અપાઇ રહી હતી. સમહંસ હોસ્પિટલમાં પણ સવારે નિયમિત ચા-દુઘ, નાસ્તો, સવારે અને રાત્રે સાત્વિક ભોજન સો ઉકાળો અને ઇમ્યુનિટી વધારવાની દવાઓ પણ આપવામાં આવી હતી. આમ સમર્પીત સ્ટાફ, ડોકટરોની નિયમીત તપાસ અને સારવારના લીધે માત્ર ચાર દિવસમાં જ હું કોરોના મુકત બન્યો છું.

સવારે ૦૭:૦૦ વાગે હેલ્ધી બ્રેકફાસ્ટ વિથ ચા-કોફી,૦૯:૦૦ વાગે લીંબુ શરબત, બપોરે ૧૨:૦૦ વાગે લીલા શાકભાજી-કઠોળ અને દાળ-ભાત, ગ્રીન સલાડ સાથે લંચ, સાંજે હાફ-ટી-બિસ્કીટ અને રાત્રે ખીચડી-કઢી, ભાખરી, શાક સાથે ડિનર અને સૂતા પહેલા હળદર વાળું દૂધ… આ કોઈ મોંઘી હોટલનું મેનુ નથી, પણ રાજકોટની કોવીડ – ૧૯ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને અપાતી ઘરી પણ સારી શુદ્ધ સાત્વિક ભોજનની સુવિધા છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કેન્ટીન કમિટી સંભાળતા અને કેન્ટીન મેનેજમેન્ટ સો સંકળાયેલા ભરતભાઈ દામજીભાઈ ડાભીએ જણાવ્યું હતું કે,”૨૫ વ્યક્તિનો સ્ટાફ કેન્ટીનમાં કામ કરે છે, ૧૨ બહેનો પણ છે.  બ્રેકફાસ્ટમાં રોજ રોજ અલગ-અલગ નાસ્તો,ચા-કોફી આપવામાં આવે છે.

Civil Hospital 8

કેન્ટીન મેનેજમેન્ટ સંભાળતા પ્રતાપભાઈ રીબડીયાએ કહ્યું હતું કે,”સ્ટાફ કેપ,માસ્ક અને કીટ પહેરી સ્ટ્રેચરમાં જમવાના પેક કરેલા પાર્સલ મૂકી વિતરણ કરે છે. ભરતભાઈ પંચાસરાએ જણાવ્યું કે, કોવિડ વોર્ડના તમામ દર્દીઓને તેમની જરૂરિયાત મુજબ જમવાનું, ચા- પાણી મળી જાય તેમજ સમયસર અને ગુણવત્તાવાળું ભોજન આપવામાં આવે તે માટે પુરતી દેખરેખ રાખવામાં આવે છે. ડોક્ટરો અને સ્ટાફની મહેનતી મારી તંદુરસ્તી પાછી આવી છે, તેઓએ મને નવજીવન આપ્યું છે અને તેના કારણે જ મે કોરોનાને હરાવ્યો છે.” આ શબ્દો છે, રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર લઇ માત્ર ૭દિવસમાં કોરોનાને મ્હાત આપનાર ૭૨ વર્ષીય દયાબાના. જેઓ હાલ સમરસ હોસ્ટેલમાં આઇસોલેશનમાં છે.

તબીબો અને આરોગ્ય કર્મીઓની મહેનતના પરિણામે કોરોના મૂક્ત બનેલા વયોવૃધ્ધ દયાબા પોતાની સારવારનો અનુભવ વ્યક્ત કરતા જણાવે છે કે, “સિવિલ હોસ્પિટલના તબીબી સ્ટાફ દ્વારા સમયસરની સારવાર અને હુંફને કારણે કોરોનાને હરાવવા માટેનું મારુ મનોબળ મજબૂત થયું, હોસ્પિટલમાં ઘર પરિવારની જેમ જ ડોકટરો અને નર્સિંગ સ્ટાફ દર્દીઓની સારસંભાળ રાખે છે. સમયસર જમવાનું, ગરમ દૂધ, નાસ્તો, બિસ્કીટ આપવામાં આવે છે, ઉપરાંત દરેક દર્દીને આયુર્વેદ ઉકાળો પણ અપાય છે,  હુંઅત્યારે કોરોના મૂક્ત બની સમરસ હોસ્ટેલમાં આઈસોલેટ છું, અહિંયા પણ મને નાસ્તો, ભોજન અને દવા સમયસર આપવામાં આવે છે.

સમરસ હોસ્ટેલ ખાતે ૬વર્ષના બાળકે સુપરમેન સ્ટાઇલમાં કોરોનાને મત આપી

Samaras 2

સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારીથી ભાગવાને બદલે રાજકોટના ૬ વર્ષના કોરોના પોઝિટિવ દર્દી દેવ સુમીતભાઇ ચુડાસમાએ સુપરમેન સ્ટાઇલમાં કોરોનાને માત આપી છે.

૨૭ તારીખે દેવને એકપણ લક્ષણ વગર કોરોના પોઝિટવ આવતાં, દેવને તેની માતા ડિમ્પલબેન સાથે ૩ દિવસ સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો હતો. ૬ વર્ષના બાળકે મોબાઇલમાં સુપરમેન. બેટમેન. સ્પાઇડરમેન વગેરે જોઇ-જોઇને ૩ દિવસ પસાર કર્યા અને કોરોનાને હરાવીને સહી સલામત દેવ ઘરે પાછો ફર્યો છે. રાજારામ સ્કૂલમાં હાયર કે.જી.માં અભ્યાસ કરતા દેવને કોરોનાની ગંભીરતા તો સમજાઇ નથી, પરંતુ ઘરી દૂર રહેવામાં પડેલી તકલીફ કાર્ટુન કેરેક્ટર્સી  ભુલાઇ ગઇ.

સમરસ હોસ્ટેલના સ્ટાફમાં પણ દેવ સજીવ રમકડાં સમાન થઇ ગયા હતો. દેવને સમરસ હોસ્ટેલથી રજા આપતી વખતે સમગ્ર સ્ટાફ ભાવવિભોર થઇ ગયો હતો. કોરોના વાઇરસના સંક્રમણને વ્યક્તિની ઉંમર નથી નડતી પરંતુ નિર્દોષ બાળકોને સંક્રમિત કરતાં કોરોનાના સંક્રમણી જ્યારે દેવ જેવા બાળકો મૂક્ત બને છે, ત્યારે કોરોનાને હરાવવાની જન સામાન્યની ઇચ્છા વધુ બળવત્તર બને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.