Abtak Media Google News

બે વાર પ્રેસ કોંફરન્સમાં થતી ગેરસમજને કારણે ૨૪ કલાકના રિપોર્ટ સાંજે આપવામાં આવશે

ગાંધીનગર ખાતેથી યોજવામાં આવતી આરોગ્ય અગ્ર સચિવ ડો.જ્યંતી રવિની થતી બે વાર પ્રેસ કોંફરન્સ માં થાતી ગેર સમજણ ના કારણે હોવી દિવસમાં સાંજના સમયે જ રાજ્યના કોરોનાના આંકડાઓ માટે પ્રેસ કોંફરન્સ યોજવામાં આવશે. સેમ્પલિંગ લેવામાં ઘટાડો ના મુદ્દે અગ્ર સચિવે ઉમેરતા કહ્યું હતું કે સેમ્પલના ૩૦૦૦ જેટલા જ લેવામાં આવશે. પરંતુ બે પ્રકારે કરવામાં આવતા ટેસ્ટ કે જેઓ નવા શંકાસ્પદ અને કોરેઇટાઇન કરેલા લોકોના પણ ફરીથી સેમ્પલના મેળવી ટેસ્ટ કરવામાં આવશે.

Advertisement

રાજ્યના આરોગ્ય અગ્રસચિવ ડો.જ્યંતી રવિ આજ રોજ પ્રેસ કોંફરન્સ સંબોધતા ઘણી માહિતીઓ આપી હતી. જુદા જુદા મુદ્દાઓ પર જણાવતા આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યું હતું કે બે વાર થતી પ્રેસ કોંફરન્સમાં ઉભી થતી ગેર સમજણના કારણે હવે પછી માત્ર દિવસમાં એકવાર પ્રેસ કોંફરન્સ યોજી આકડોઓની માહિતી આપવામાં આવશે. સાથે સેમ્પલના ટેસ્ટિંગમાં ઘટાડો થવાના મુદ્દે પણ સચિવે જણાવ્યું હતું કે સેમ્પલ ટેસ્ટિંગમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. પરંતુ ટેસ્ટિંગ હવે બે પ્રકારના લોકોનું કરવામાં આવી રહ્યું છે. જેમાં એક નવા શંકાસ્પદ કેસ અને કોરેઇટાઇન કરેલા લોકો એમ બન્નેના સેમ્પલ મેળવી તેમના રિપોર્ટ કરવામાં આવશે. સાથે સાજા થયેલા લોકોની પણ ચકાસણી કરવામાં આવશે.

રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો મૃત્યુઆંક ૧૦૦ને પાર થતા આરોગ્ય સચિવ ડો.જ્યંતી રવિએ જણાવ્યું હતું કે મ્રુત્યુ પામેલા લોકોમાં મોટિવયના લોકો અને ગંભીર બીમારી ધરાવતા લોકોની સંખ્યા વધુ છે. સાથે હાલ લોકડાઉનમાં પણ જે લોકોને બ્લડપ્રેસર જેવી બીમારીઓ છે તે લોકો તબીબોની સલાહ લઇ દવાઓનો સ્ટોક રાખી બને ત્યાં સુધી પોતાને સેલ્ફ કોરેન્ટાઇન રાખે જેથી કોરોનાંના સંક્રમણથી બચી શકાય છે. વધુમાં જણાવતા અગ્ર સચિવે જણાવ્યું હતું કે લોકો પોતાની જાતે જ સાવચેતી રાખે કે જેથી કરી કોરોનામાં વધતા જતા પોઝિટિવ કેસ પર કાબુ મેળવી શકાય. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા પણ રાજ્યને ૨૪,૦૦૦ રેપીડ ટેસ્ટ કીટ ફાળવવામાં આવી છે. જે જરૂર પ્રમાણે જિલ્લાઓમાં ફાળવણી કરવામાં આવી રહી છે. સાથે ઇસીઆર કેસમાં પણ ટેસ્ટીંગ નું પ્રમાણ વધુ રાખવામાં આવ્યું છે. સેમ્પલ ના ટેસ્ટમાં સરકારનો કોઈ એવો ઈરાદો નથી કે પ્રમાણ ઘટાડવામાં આવે પરંતુ બે પ્રકારે ટેસ્ટ કરવામાં આવશે.તેવું રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડો.જ્યંતી રવિ એ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.