Abtak Media Google News

ફાર્માસીમાંથી રિસિપ્ટ વિના નકલી દવા વેચાણના નેટવર્કના મુળ સુધી પહોચવા પોલીસ તથા ઔષધ અને ડ્રગ્સ નિયમન વિભાગની કવાયત

ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ચાલતું અને માદ્રશ નશાકારક વિકલ્પ તરીકે દુરુપયોગ થતાં ટોસીલી ઝુમેલ ઇન્જેકશનનું ગેરકાયદેસર રીતે ઉત્૫ાદન અને વેચાણનું નેટવર્ક ચલાવતાં પાંચને પોલીસે મંગળવારે દબોચી લીધા હતા. આ ઇન્જેકશન કોવિડ-૧૯ ના ગંભીર દર્દીઓ ના ઉપચાર માટે ઉપયોગમાં લેવાય છે. પાંચ આરોપીઓમાંથી બેને દબોચી લીધા હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એફ.ડી.સી.એ. દ્વારા સુરતમાં ચાલતી બોગસ દવા બનાવતી કંપની દ્વારા ચલાવવામાં આવતા આ રેકેટને બેનકાબ કરવામાં આવ્યું હતું. આ રેકેટનું સંચાલન સુરત અને અમદાવાદમાંથી થતું હતું.

આ બનાવ અંગે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પાંચ શખસો વિરુઘ્ધ ગુનો નોંધાયો છે આ અંતર્ગત બેની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ આવળ ધપાવાઇ રહી છે તેમ પોલીસ ઇન્સ્પેકટર વાય.બી. જાડેજાએ જણાવ્યું હતું.

આ રેકેટના ઓળખાયેલા આરોપીઓમાં આશિષ શાહ, અક્ષય શાહ, હર્ષ ઠાકોર, નિલેશ લાલીવાલા અને સોહેલ તાઇ જે આ રેકેટના મુખ્ય સુત્રધાર ગણાય છે. આ ટોળકીમાંથી હર્ષ ઠાકોર અને નિલેશ લાલીવાલાને દબોચી લેવાયા છે. સોહેલ તાઇ, સુરતમાં ચાલતી બોગસ પેઢી જૈનિક ફાર્માનો માલિક છે. ત્યાંથી માદ્રક ટોસીલી ઝુમેલ એકેટમરી ઇન્જેકશન અમદાવાદ મોકલવામાં આવે છે. આ પાંચેય આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ ૩૦૮ (માન્ય મૃત્યુની શકયતાની જાણ હોવા છતાં કરવામાં આવતા કૃત્ય અપરાધ માનવવધ) અને ૪૦૬ વિશ્ર્વાસધાત  ૨૭૬ (પ્રિસ્કીયશનમાં ન હોય તેવી દવાનું વેચાણ) અને ૧૨૦ (બી) કાયદા અને નિયમના ભંગની કલમો લગાડવામાં આવી છે.

કલમ ૧૮ (સી) કાયદેસરની મજુરી અને લાયસન્સ વગર દવાઓનું વેચાણ કલમ ૨૭ માદ્રક પદાર્થોનું વેચાણ અને ડ્રગ્સ અને કોસ્મેટીક એકટ સહિતની કલમો આરોપીઓ સામે લગાડવામાં આવી છે.

કોરોના કટોકટી અને મહામારીના આ દોરમાં તકનેા લાભ લઇને ઝડપથી પૈસાદાર બની જવાની લાહયમાં બોગસ કંપની ઉભી કરીને મેન્ડ્રોલોન ડિકેનોટ નામની દવાનું ઉત્પાદન કરવા બદલ ગુનો નોંધાયો હોવાનું એફ.આઇ.આર. માં નોંધાયું છે. આરોપીઓ  સામે ખોરાક અને ઔષધ નિયમન ઇન્સ્પેકટર તપન ચુડાસમાએ જાતે ફરીયાદી બની ગુનો નોંધાવ્યો છે.

એક ખાનગી કંપનીના ડોકટરે એફ.ડી.સી.એ. નું ઘ્યાન દોરી આ રેકેટનો પર્દાફાશ કરાવ્યો હતો. આ તબીબને માદ્રક ટોકસીલી ઝેમેલ ઇન્જેકશનનું બોકસ પોતાની સારવારમાં રહેલા કોવિડ-૧૯ ના દર્દીના સંબંધીને ત્યાંથી મળી આવતા આ રેકેટ સામે આવ્યું હતું. તપાસ દરમિયાન અમદાવાદના દિનેશ શાહની ફાર્માસીમાંથી આ દવા રીસીપ્ટ વગર ખરીદાઇ હોવાનું બહાર આવ્યું હતું. દિનેશ શાહને આ ઇન્જેકશન તેના ભાઇ આશિષ શાહે આપ્યા હતા. આ કાવતરામાં હર્ષ ઠાકોર, નિલેશ લાલીવાલા અને મુખ્ય આરોપી તરીકે સોહિલ તાઇ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.