Abtak Media Google News

રાજકોટમાં એક રાતમાં વધુ ૧૨ દર્દીઓએ દમ તોડ્યો: જિલ્લામાં ૯૮ કોરોના સંક્રમિત

સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો હોય તેમ પોઝિટિવ કેસની સાથે મોતની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. ગઈ કાલે વધુ ૩૩૦ પોઝિટિવ કેસની સાથે વધુ ૨૪ દર્દીઓ કોરોના સામેની જંગ હારી ગયા હતા. રાજકોટ જિલ્લામાં પણ કોરોના વિસ્ફોટ સર્જાયો છે એક દિવસમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૯૮ કોરોના સંક્રમિત કેસ નોંધાયા છે. અને એક રાતમાં રાજકોટના ૬ સહિત કુલ ૧૨ દર્દીઓના મોત નિપજ્યા છે.

Advertisement

સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ વિફરતી જાય છે. દિન પ્રતિદિન કોરોનાનો આંક નવી ઉંચાઈએ નોંધાઈ રહ્યો છે. ત્યારે ગઈ કાલે જામનગર જિલ્લામાં ૨૪ કલાકમાં ૫૮ કોરોના પોઝિટિવ કેસ અને ૮ દર્દીઓના મોત નિપજ્યા છે. અને ૪૩ દર્દીઓને રજા આપવામાં આવી છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૨૪૭ મોત નિપજ્યા છે. અને ગ્રામ્યમાં ૨૩૯ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મળી કુલ ૨૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. મોરબીમાં પણ કોરોના વિસ્ફોટ થયો હોય તેમ રેકોર્ડ બ્રેક ૪૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. અમરેલીમાં ૧૫, ગીર સોમનાથમાં ૧૫ અને પોરબંદર જિલ્લામાં વધુ ૧૩ પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજકોટ જિલ્લામાં કોરોનામાં મૃત્યુ આંક સતત વધતો જોવા મળી રહ્યો છે. ગઈ કાલ રાતથી અત્યાર સુધી રાજકોટ શહેરના ૬ સહિત કુલ ૧૨ દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં રાજકોટના કરીમભાઇ ઓસમાણભાઇ ભાડેલા (ઉ.વ.૭૦) – ચામડિયાપરા, જમનાદાસ કડવાભાઈ વાળા (ઉ.વ.૪૫) – દેવકીનંદન સોસા, આજીડેમ, ભાનુબેન પ્રાગજીભાઈ શીશાંગીયા (ઉ.વ.૭૮) – સોમનાથ સોસાયટી, રૈયારોડ, મનસુખભાઇ મોહનભાઇ (ઉ.વ.૭૫) – રેલનગર મેઈન રોડ, કૃષ્ણકુંજ,રમણીકભાઇ વિઠ્ઠલભાઈ ચુડાસમા (ઉ.વ.૬૮) – સ્વનીનારાયણ ચોક, કૃષ્ણનગર-૨,ગીતાબેન બાબુભાઇ ઝાલા (ઉ.વ.૫૦) – ખોડિયાર નગર ગરબી ચોક, ગોંડલ રોડ અને ગ્રામ્ય અને અન્ય જિલ્લાઓના હરેશભાઇ માવજીભાઈ વાઢેર (ઉ.વ.૫૦) – દાણાપીઠ સોસા, જૂનાગઢ, વિનોદભાઈ પન્નાલાલ બાસમીયા (ઉ.વ.૬૬) – ભાદર રોડ, જેતપુર, ભુપેન્દ્રભાઈ ટપુભાઈ કોટડીયા (ઉ.વ.૭૨) – કોઠડીયાવાડી, જેતપુર, પ્રવીણભાઈ હરગોવિંદભાઈ મંડાલીયા (ઉ.વ.૬૮) – જાની કોલોની, સુરેન્દ્રનગર, રમણીકભાઇ ભાનુભાઇ ડેડાણિયા (ઉ.વ.૬૦)- ઉપલેટા, ભીમાભાઇ આલાભાઈ બેસરા (ઉ.વ.૫૦) – લાલપરડા, તા.ખંભાળિયા, દેવભુમી દ્વારકા વાળા એ આજરોજ કોરોના સામેની જંગ હારી જતા આખરી શ્વાસ લીધા હતા.

રાજકોટ જિલ્લામાં પણ કલરોના મોત ની સ સંખ્યા સાથે પોઝિટિવ કેસ પણ વધી રહ્યા છે. જેમાં શહેરી વિસ્તારમાં ગઈ કાલે ૬૫ અને ગ્રામ્યમાં વધુ ૩૩ પોઝિટિવ કેસ મળી કુલ ૯૮ કોરોનાગ્રસ્ત નોધાયા છે. જ્યારે માત્ર ગોંડલ તાલુકામાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ એક દિવસમાં વધુ ૨૮ પોઝિટિવ કેસ મળી કુલ કેસની સંખ્યા ૪૦૦ને પાર પહોંચી છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૫૦૦ નજીક પહોંચી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.