અબતક, નવીદિલ્હી

સમગ્ર વિશ્વમાં કોરોના નું આક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે બે શહેર બાદ ત્રીજી લહેરો ઓમિકરોન રૂપે વિશ્વ આખામાં પ્રસરી છે. ત્યારે આ વેરિયન્ટ સામે લોકોને રક્ષણ આપવા માટે સરકારે બુટર દોસ્ત આપવાનો નિર્ણય કર્યો છે તે માત્ર ભારતમાં નહીં પરંતુ બુસ્ટર ડોઝ આપવાની વાત સમગ્ર વિશ્વમાં થઈ રહી છે અને તેની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે બુસ્ટર ડોઝ કેટલા લોકો માટે ઉપયોગી નીવડી શકે છે. ત્યારે ફરી એકવાર WHOએ સામે આવી કહ્યું છે કે, કોરોના રસીનો મારોએ ખરા અર્થમાં પણ નથી ત્યારે રસી યોગ્ય રીતે લોકોને અપાય તે જરૂરી છે. એ વાત સાચી છે કે કોરોના સામે રસી અત્યંત પ્રતિકાત્મક છે અને લોકોને તેનાથી ઘણા ખરા અંશે ફાયદો પણ પહોંચ્યો છે ત્યારે લોકોને જે બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે તે યોગ્ય નથી.

ઓમીક્રોન સામે લોકોને રક્ષણ આપવા પ્રવર્તીત રસીને અપડેટ કરવી જરૂરી

બીજી તરફ એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું કે હાલ જે વેરિયન્ટ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે તેના પર અંકુશ મેળવવા માટે પ્રવર્તિત રસીને અપડેટ કરવી જરૂરી છે. હાલ આ નવો વેરિએન્ટ 149 દેશમાં જોવા મળી રહ્યો છે ત્યારે જો ને અપડેટ કરવામાં આવે તો તેનો સીધો જ ફાયદો લોકોને થશે. WHOના જણાવ્યા મુજબ કોરોના માટે જે રસી ઉપયોગમાં લેવામાં આવી રહી છે તેનાથી ઈન્ફેકશન અને ટ્રાન્સમીશન જે ગતિએ ફેલાતું હતું તેના ઉપર રોગ લાગી છે એટલું જ નહીં મૃત્યુઆંકમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. માં તેઓએ રસી ઉત્પાદકોને પણ તાકીદ કરતાં જણાવ્યું હતું કે હવે તેઓ એ ઇમ્યુનસિસ્ટમ ને કેવી રીતે વિકસિત કરી શકાય તે પ્રકારની રસી બનાવી જોઈએ અને બુસ્ટરને કેવી રીતે રોકી સકાય તેપણ એટલુંજ જરૂરી છે.

WHOના જણાવ્યા મુજબ જ્યાં સુધી નવી રસી બજારમાં ન આવે ત્યાં સુધી પ્રવર્તિત રસીને અપડેટ કરવી ખૂબ જ જરૂરી છે. આ તબક્કે વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાએ જેટલી રસીને માન્યતા આપી છે પરંતુ તેમનું માનવું છે કે કોરોના હસીનો મારો એ સહેજ પણ ડહાપણ નથી અને બુસ્ટારનો ઉપયોગ ઓછો કરવામાં આવે એ જ જરૂરી છે.

 માઈલ્ડર વેરિએન્ટનો ફેલાવો જરૂરી : હેલ્થ એક્સપર્ટ

ભારતીય મૂળના સ્વાસ્થ્ય ક્ષેત્રે કાર્યકર્તા બે તજજ્ઞોએ જણાવતા કહ્યું કે માઈલ્ડર વેરિએન્ટ નો ફેલાવો ખૂબ જ જરૂરી છે ત્યારેજ આ શક્ય બનશે પેંડામિક ઉપર પૂર્ણ વિરામ મુકવો. ઓમિકરોન વેરિએન્ટનો ફેલાવો રોકવા માટે આ સ્થિતિ ઉદભવી તો કરવી એટલી જ જરૂરી છે. ભવિષ્યના સમયમાં આ લોકોના સ્વાસ્થ્ય માટે એટલું જ આશીર્વાદ રૂપ સાબિત થઈ શકશે. સાત બંને તજનો એ એ વાત ઉપર પણ ભાર મૂકતા કહ્યું હતું કે સરકારે માસ અને સોશ્યલ ડિસરન્સના નિયમોને બંધ રાખવો જોઈએ. પરંતુ અન્ય સ્વાસ્થ્ય તજજ્ઞોએ આ વાતને નકારી હતી.

૮૫ વર્ષના વૃદ્ધે 11 વખત રસી લીધી

કોરોના સામે રક્ષણ મેળવવા માટે ૮૫ વર્ષના વૃદ્ધે વિવિધ દસ્તાવેજો આપી 11 વખત રસી લેવાનું કાર્ય સ્થાન કર્યું છે જે અંગેની માહિતી મળતાની સાથે જ આ વૃદ્ધ ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી જેના ડરે તે હાલ સામે આવી રહ્યા નથી અને ધમકી પણ આપી છે કે જો તેને પકડવામાં આવશે તો તે પોતાની જાતને ખતમ કરી દેશે. સાથોસાથ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ કિસ્સામાં મધ્યસ્થી કરવા જણાવ્યું હતું અને તેના પર લગાવવામાં આવેલા દરેક ચાર્જને રદ કરવા પણ જણાવ્યું હતું. ૮૫ વર્ષના વૃદ્ધના ધર્મપત્નીએ પોલીસ પર આરોપ લગાવ્યો છે કે તેઓ તેમના પતિને આરોપીની જેમ હેરાન પરેશાન કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.