ઈમરાન ખાનના હવાતિયા : ભારત કરતાં પાકની આર્થિક સ્થિતિ સારી

ઇમરાનએ પાકની સરખામણી અન્ય દેશો સાથે કરતા કહ્યું કે દેશ અન્ય કરતા ખુબજ સસ્તો છે

વૈશ્વિક ફલક ઉપર પાકિસ્તાનને કોઈપણ પ્રકારની આર્થિક સહાય ન મળી શકે તે માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટ કરવામાં આવ્યું છે જેથી કોઈપણ પ્રકારની પાક.ને આર્થિક સહાય મળી શકે તેમ નથી પરંતુ તેમ છતાં પાકિસ્તાનના ઈમરાન ખાને હવાતિયા મારતા કહ્યું કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અન્ય દેશોની સરખામણીમાં ખૂબ જ સારી છે જેમાં તેને ભારત દેશનો પણ ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહીં તેને વધુમાં એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન વિશ્વના અન્ય દેશો કરતાં ખૂબ જ સસ્તો છે.

આ નિવેદનને  સાંભળી પાકિસ્તાનનું વિપક્ષ પણ ઝગમગી ઉઠ્યું હતું અને આ નિવેદનને મૂર્ખતા ભર્યું ગણાવ્યું હતું. ઉમા તેને કહ્યું કે અન્ય દેશોની સરખામણીમાં પાકિસ્તાન એકમાત્ર એવો દેશ છે કે જ્યાં તેલના ભાવ ખૂબ જ ઓછા છે. પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે પાકિસ્તાન ભૂલી ગયું છે કે તે કેટલા મોટા બેસણામાં ફસાયું છે.

જેમાંથી પાકિસ્તાનને બહાર લાવવું ખૂબ જ અઘરું છે સામે વિશ્વના અનેક ધનાઢય દેશો પણ પાક.ને આર્થિક મદદ કરવા માટે નકારો ભણી રહ્યા છે. સૌથી મોટી વાત એ પણ છે કે પાકિસ્તાનમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે એક પણ પ્રકારનું સંતુલન ન હોવાના કારણે બંને એકબીજા ઉપર આરોપો અને પ્રતિઆરોપો લગાવી રહ્યા છે.

ખરી વાસ્તવિકતા તો એ છે કે, પાકિસ્તાન પોતે જ ભૂલી ગયું છે કે તે કેટલા મોટા આર્થિક સંકટમાં ફસાયેલ છે બીજી તરફ ભારત પાસે જે કરોડનો જથ્થો સંગ્રહિત કરેલો છે તેનાથી તેનો ફાયદો ભારતના લોકોને પહોચશે પરંતુ પાકિસ્તાન હાલ હવાતિયા મારી રહ્યું છે. એ વાતની પણ પાકને ખ્યાલ નથી કે તે કેવો બફાટ  કરી રહ્યું છે. વિશ્વ સમુદાય પાકિસ્તાન થી સંપૂર્ણ પણે અલગ પડી ગયું છે અને કોઈપણ પ્રકારની આર્થિક મદદ ન કરવાનો નિર્ણય પણ લીધેલો છે.